દાહોદ જીલ્લામાં અલગ-અલગ સ્થળે તળાવ અને કુવામાં ડુબી જતાં બેના મોત

દાહોદ,દાહોદ જીલ્લામાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા સમયે કુવા, તળાવમાં ડુબી જવાના બનેલા બે બનાવમાં 13 વર્ષય કિશોર સહિત બે જણાના અકાળે મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ જીલ્લામાં કુવા તળાવના પાણીમાં ડુબી જવાના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ગરબાડા તાલુકાના પાટીયા ઝોલ ગામે બનવા પામ્યો હતો. જેમાં પાટીયાઝોલ ગામના ખેડા ફળિયામાં રહેતા કેળાબેન ખીમચંદભાઈ મેડા તેમની બે દીકરીઓ તથા તેમનો નાનો છોકરો ગોવાળાની વાડીમાં શાકભાજીની રખેવાળી તેમજ ગવારસીંગ તોડવા માટે ગયા હતા. તે દરમ્યાન કેળાબેનનો નાનો છોકરો 13 વર્ષીય સુનીલ કુવાની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન તેનો પગ લપસતા તે નજીકના તાળા વગરના કુવામાં પડી ગયો હતો. તે જોઈ તેની માતા કેળાબેન મેડાએ બુમાબુમ કરી મૂકી હતી. જે બુમાબુમ સાંભળી આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને સુનીલને કુવાના ઉંડા પાણીમાંથી બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા હતા, પરંતુ સુનીલ કુવા માંથી ન ણવતાં સ્થાનિક લોકો દ્વારા પોલીસને તથા દાહોદ ફાયર સ્ટેશને જાણ કરતાં પોલીસે તેમજ દાહોદ ફાયરબ્રીગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોતરાઈ ત્રણ કલારની જહેમત બાદ સુનીલનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો હતો. ગરબાડા પોલીસે મૃત્તક સુનીલની લાશનો કબજો લઈ લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ગરબાડા સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે સી.આર.પી.લી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે જીલ્લામાં અકસ્માત મોતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના રામપુરા ગામે બનવા પામ્યો હતો. જેમાં ઝાલોદ તાલુકાના ઘેસવા ગામના તળાવ ફળિયામાં રહેતા 27 વર્ષીય પ્રકાશભાઈ માનસીંગભાઈ કટારા રામપુરા ગામે પોતાની સાસરીમાં ગયો હતો અને પરમ દિવસ તા.7-5-2023ના રોજ પોતાની સાસરીમાં આવેલ નદીએ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ન્હાવા ગયા હતા અને નદીમાં ન્હાતા ન્હાતા ઉંડા પાણીમાં પહોંચી જતાં ઉંડા પાણીમાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું. જેની લાશ ગઈકાલે બુપોરના સમયે નદીના પાણીમાંથી મળી આવતાં ઘટવા સ્થવે દોડી આવેલ ચાકલીયા પોલીસે મરણ જનાર પ્રકાશભાઈ માનસીંગભાઈ કટારાની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ પંચનામું કરી પોસ્ટમોર્ટમ માસે લાશને ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપી સંજયભાઈ માનસીંગભાઈ કટારાએ આપેલ જાહેરાતના પગલે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.