દાહોદ જીલ્લામાં અલગ અલગ જગ્યાએ ત્રણ ઈસમોએ આપધાત કરી જીવન ટુંકાવ્યું

દાહોદ,

દાહોદ જિલ્લામાં ત્રણ જુદાજુદા બનાવોમાં ત્રણ ઈસમોએ મોતને વહાલું કરતા સીઆરપીસી 174 મુજબ દાહોદ જિલ્લા પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત મોત અંગે નો પહેલો બનાવ સીંગવડ તાલુકાના ચુંદડી ગામના ડુંગરભીંત ફળિયા ખાતે નોંધવા પામી છે જેમાં મરણ જનાર 50 વર્ષીય રમણભાઈ સેનાભાઈ બારીયા ગતરોજ ઘરેથી કનુભાઈ ને ત્યાં દૂધનો ખાલી લોટો આપવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા, પરંતુ સાંજ સુધી ઘરે ન પહોંચતા સ્વજનો તેમજ ગામજનો દ્વારા શોધખોળ આદરતા રમણભાઈ સેનાભાઇ બારીયાની લાશ નજીકના કેનાલના પાણીમાંથી મળી આવી હતી. જે બનાવ સંદર્ભે તેમના પુત્ર સુરેશભાઈ રમણભાઈ બારીયાએ રણધીકપુર પોલીસ મથકે જાહેરાત આપતા પોલીસે સીઆરસીસી 174 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત મોત અંગેનો બીજો બનાવ લીમખેડા તાલુકાના દુધિયા સત કેબલ ફળીયા ખાતે બનવા પામ્યો છે. જેમાં 28 વર્ષથી ભવનભાઈની પત્ની ઘરેથી રિસાઈને તેના પિયરમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ પવનભાઈ તેમને લેવા જ સાથે પરતના આવતા તેમના નાના છોકરાને પણ મળવા ન દેતા ભવનભાઈને મનમાં લાગી આવ્યું હતું અને તેઓએ ફિનાઈલની દવા ગટગટાવી મોતને વ્હાળું કર્યું હતું. આ બનાવ સંદર્ભે દુધિયા ગામના કનુભાઈ મોહનભાઈ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે સીઆરપીસી 174 ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત મોત અંગે નો ત્રીજો બનાવ ઝાલોદ તાલુકાના વગેલા ગામે બનવા પામ્યું છે. જેમાં ઝાલોદ તાલુકાના ગામડી રોડ હરીજનવાસ ખાતેના 26 વર્ષીય મેહુલભાઈ રમેશભાઈ પરમારે ગતરો તેમની સાસરી વગેલા ગામે આગમ્ય કારણોસર જહેરી દવા ગટગટાવી મોતને મીઠું કરી લીધું હતું. આ બનાવ સંદર્ભે રાહુલભાઈ રમેશભાઈ પરમારે ચાકલીયા પોલીસ મથકે ગુનો નોંધાવતા ચાકલિયા પોલીસે સીઆરપીસી 174 મુજબ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.