દાહોદ જીલ્લામાં ત્રણ અલગ-અલગ જગ્યાએ પોલીસે રેઈડ કરી 1.51 લાખનો દારૂ ઝડપ્યો

દાહોદ,દાહોદ જિલ્લામાં પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએ પ્રોહી રેડ પાડી કુલ રૂા.1,51,200ના પ્રોહી જથ્થા સાથે બે ફોર વ્હીલર ગાડી અને બે મોટરસાઈકલો કબજે કર્યાનું જ્યારે ત્રણ બનાવોમાં પોલીસે 04 ઈસમોને ઝડપી પાડી જ્યારે 03 ઈસમ નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના આગાવાડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.10મી ફેબ્રુઆરીના રોજ આગાવાડા ગામે લીંમડી ફળિયામાં રહેતાં રેવચંદભાઈ ઉર્ફે ટીકાભાઈ દુધાભાઈ ડામોરના રહેણાંક મકાનમાં પોલીસને મળેલ બાતમીના આધારે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.384 કિંમત રૂા.40,320નો પ્રોહી જથ્થો કબજે કરી મકાન માલિક રેવચંદભાઈ ઉર્ફે ટીકાભાઈની પોલીસે અટકાયત કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકાના મોટી લછેલી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.10મી ફેબ્રુઆરીના રોજ મોટી લછેલી ગામે નિશાળ ફળિયામાં રહેતાં તેજાભાઈ ઉર્ફે મુકેશભાઈ સોભારામ નાનકડ (ગારી)ના રહેણાંક મકાનમાં પોલીસને મળેલ બાતમીના આધારે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ પેટીઓ નંગ.09 જેની કિંમત રૂા.30,240ના પ્રોહી જથ્થા સાથે મકાન માલિક તેજાભાઈ ઉર્ફે મુકેશભાઈ સોભારામ નાનકડ (ગારી)ની પોલીસે અટકાયત કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ત્રીજો બનાવ ગરબાડા તાલુકાના વજેલાવ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.10મી ફેબ્રુઆરીના રોજ વજેલાવ ગામની સીમમાં બીયરના જથ્થાની હેરાફેરી થતી હોવાની પોલીસને બાતમીમાં મળતાં પોલીસ તરત સ્થળ પર પહોંચી ગઈ હતી ત્યારે પોલીસને જોઈ સ્થળ પર હાજર બે મોટરસાઈકલના ચાલકો અલ્કેશભાઈ સડીયાભાઈ કટારા (રહે. જેસાવાડા, તા.ગરબાડા, જિ.દાહોદ), શૈલેષભાઈ કિશનભાઈ વડક (રહે. નેલસુર, તાગરબાડા, જિ.દાહોદ), ઈક્કો ફોર વ્હીલર ગાડીનો ચાલક નરેશભાઈ લાલાભાઈ ડામોર (રહે. નઢેલાવ, કાંગણી ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ) અને બોલેરો ફોર વ્હીલર ગાડીનો ચાલક મળી પાંચેય ઈસમોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતાં જેમાંથી પોલીસે અલ્કેશભાઈ તથા શૈલેષભાઈને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી બે ફો વ્હીલર ગાડી અને બે મોટરસાઈકલો મળી ચાર વાહનો કબજે લઈ સ્થળ પરથી પોલીસે બીયરની કુલ બોટલો નંગ.80,640ના મુદ્દામાલ સાથે વાહનોની કિંમત મળી પોલીસે કુલ રૂા.6,90,640નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે જેસાવાડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.