
દાહોદ,જીલ્લામાં આ પરીક્ષા દાહોદ, ઝાલોદ, લીમખેડા અને દેવગઢ બારીયા તાલુકાના 59 કેન્દ્રો ઉપર આજરોજ તલાટી કમ મંત્રીની પરીા યોજાઈ હતી. જીલ્લામાં કુલ 21090 પરીક્ષાર્થી પૈકી 14310 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જીલ્લાના તમામ કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે દાહોદમાં પરીક્ષા આપવા માટે લગ્નના તાંતણે બંધાવવા જઈ રહેલ યુવતી પરીક્ષા આપવા પહોંચી હતી.

આ પરીક્ષામાં 64 જેટલા આયોગના પ્રતિનિધિ, 59 કેન્દ્ર નિયામક, 59 સીસીટીવી ઓબ્ઝર્વર, 257 તકેદારી સુપરવાઇઝર, 773 ઇન્વીજીલેટર, 30 રૂટ સુપરવાઇઝર, 30 આસી રૂટ સુપરવાઇઝર ફરજ બજાવી હતી. પરીક્ષા કેન્દ્રો ખાતે વર્ગખંડ, લોબી વગેરે થઇને કુલ 860 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જેથી પરીક્ષા સંપૂર્ણ પારદર્શકતા સાથે યોજાઇ શકે ઉપરાંત 59 જેટલા હાઇ મેગા પીક્સલ કેમેરા પણ દરેક કેન્દ્રના પ્રવેશ સ્થળે લગાવવામાં આવ્યાં હતા.

પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા શાંતિ અને સલામતી સાથે યોજાઇ એ માટે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્ટોન્ગ રૂમ ખાતે પણ રાઉન્ડ ધ કલોક પોલીસની ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. ઉમેદ્વારો શાંતિ તેમજ સુવિધા સાથે પરીક્ષા આપી શકે એ માટેની તમામ વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો ખાતે કરવામાં આવી હતી. ઉમેદ્વારો માટે એસટી સ્ટેશને માહિતી મળી તેની પણ એનાઉન્સમેન્ટ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. દાહોદ જીલ્લામાં કુલ 21090 પરીક્ષાર્થી નોંધાંયા હતા. જેમાંથી 14310 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 6780 પરીક્ષાર્થીઓસ ગેરહાજર રહ્યાં હતાં. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા દાહોદ કેન્દ્ર ખાતે દુલ્હન પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી. વડોદરાથી દાહોદ પરીક્ષા આપવા પહોંચી હતી. આ યુવતીના આવતીકાલે લગ્ન યોજાનાર છે. હાથમાં મહેંદી મોઢા પર પીઠી લગાવેલી દુલ્હન પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચતાં સૌ કોઈએ તેને વધાવી લીધી હતી. પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચી હતી. યુવતીએ જણાવ્યું હતું તે, પહેલા પરીક્ષા પછી લગ્નની પરીક્ષા આપશે. મન હોય તો માળવે જવાય.. પંક્તિને યુવતીએ સાર્થક કરી હતી.