દાહોદ, દાહોદ જિલ્લામાં જેમના ધર ર્જીણ થઈ ગયા છે અથવા જેમને રહેવા માટે ધર નથી તેવા આદિજાતી પરિવારોને ધર બનાવવા માટે સરકારની વ્યકિતગત આવાસ યોજના છે. આ આવાસ યોજનામાં સરકાર દ્વારા 3 હપ્તામાં 1.20 લાખ રૂપિયા આપવામાં આવે છે. 21 જુલાઈથી આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે ત્યારે આ યોજનાનો લાભ મેળવવા સમજયા વગર માટે ગાડરીયો પ્રવાહ શરૂ થયો છે. આખા જિલ્લામાં 417 આવાસો માટે જ સહાય આપવાની છે ત્યારે પુરતી માહિતી વગર અત્યાર સુધી 3 હજાર લોકો આ યોજનામાં ફોર્મ ભરી ચુકયા છે. યોજનામાં ફોર્મ ભરનારા લોકો માંગ્યા મુજબના વર્તમાન ડોકયુમેન્ટના સ્થાને જુના દાખલા સહિતના ડોકયુમેન્ટ ફીલઅપ કરી રહ્યા હોવાનુ ફલિત થતાં ઓનલાઈન ફોર્મ ભરનારા કોમ્પ્યુટર ઓપરેટરો પણ પુરતી માહિતી ન આપી કે તેમની પાસે પણ ન હોવાથી પોતાની ફોર્મ ભરવાની 50 કે 100 રૂપિયા ફી વસુલીને આડેધડ ફોર્મ ભરી રહ્યા છે. પુરતી સમજ અને માહિતીના અભાવે એકબીજાની દેખાદેખીમાં આવાસ યોજનાનો લાભ મેળવવા લોકો આખા જિલ્લામાં આર્થિક નુકસાન સાથે સમયની પણ બરબાદી કરી રહ્યા છે.