દાહોદ જિલ્લામાં 37 ફિમેલ સુપરવાઈઝર અને હેલ્થ વર્કસને નિમણુંકપત્ર એનાયત

દાહોદ,દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી પી.એમ. સુરજ સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જન કલ્યાણ અંતર્ગત દાહોદમાં પંડિત દિનદયાળ ઓડિટરીયમ ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર અને મહાનુભાવોના હસ્તે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ 37 જેટલી ફિમેલ હેલ્થ વર્કસને ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તરીકેના નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત રાજયમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યુ હતુ કે,છેવાડાના માનવીના વિકાસની યોજનાઓ અને તમામ વચનો પુરા કર્યા છે. કેન્દ્ર અને રાજય સરકાર હંમેશા છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહી છે. આપણી આ વિકાસ યાત્રા માત્ર દેશ પુરતી જ નહિ પરંતુ વિશ્ર્વનના દેશોમાં પણ વિકાસની દ્રષ્ટિએ આગળ વધારવાનો સંકલ્પ છે. રાષ્ટ્રિયકક્ષાના આ કાર્યક્રમમાં દેશભરના 522 જેટલા જિલ્લાઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જેમાં શ્રમિકો, સફાઈ કર્મચારીઓ અને ટેન્ક કલીનર્સને વિવિધ સહાયના લાભ વિતરણ થકી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પી.એમ.સુરજ રાષ્ટ્રિય પોર્ટલનુ વર્ચ્યુઅલ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. અને વર્ચ્યુઅલ કાર્યક્રમને ઉપસ્થિત સોૈ મહાનુભાવોએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં માનનીય રાજયપાલ આચાર્ય દેવદત્તજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમ નિમિત્તે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવોના હસ્તે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ 37 જેટલી ફિમેલ હેલ્થ વર્કસને ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તરીકેના નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.