- દાહોદ જીલ્લાની 1647 પ્રાથમિક શાળાઓમાં ધો. 1 માં 22551 ભુલકાઓને પ્રવેશ અપાશે.
દાહોદ, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પ્રવેશોત્સવ આશિર્વાદરૂપ સાબિત થશે પ્રાથમિક શિક્ષણ ગુણવતાયુક્ત અસરકારક અને ગતિશિલતા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. બાળકોના સર્વાગી વિકાસ અને ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે તા.12 થી 14 મી જુન દરમ્યાન શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ પ્રારંભ થશે.
કોઇપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિચ ન રહે તે માટે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.
દાહોદ જીલ્લામાં તા. 12 થી 14 જુન દરમ્યાન મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જીલ્લા અને તાલુકા અધિકારીઓ ધો. 1 માં પવેશ પામનાર બાળકોને પ્રવેશ અપાવશે.
દાહોદ જીલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન 41,705 બાલવાટિકાઅને ધો.1માં પ્રવેશ પામનાર 22551 મળી કુલ 64256 બાળકોને પ્રવેશ આપવામા આવશે.
દાહોદ જીલ્લામા પ્રાથમિક શિક્ષણ અને બાલવાટિકાઓમાં પ્રવેશ પામનાર ભુલકાંઓના ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે શાળા પ્રવેશોત્સવ આશિર્વાદરૂપ સાબિત થશે.