દાહોદ જીલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળે પ્રોહિબીશન રેઈડ દરમિયાન 1.37 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

દાહોદ, દાહોદ જીલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પોલીસે પ્રોહી રેડ દરમ્યાન કુલ રૂા.1,37,740ના પ્રોહી જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી તેમજ બે મોટરસાઈકલો કબજે કર્યાનું જ્યારે ત્રણ બનાવોમાં પોલીસે બે ઈસમોની અટકાયત કરી તેમજ 06 ઈસમ નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ભીટોડી ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.17મી ડિસેમ્બરના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ભીડોડી ગામે હાઈવે યુટર્ન રોડ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી હતી. ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક કમલેશભાઈ મગનભાઈ બીલવાળ (રહે.મંગળમહુડી, હોળી ફળિયા, તા.લીમખેડા, જી.દાહોદ) નાને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.552 કિંમત રૂા.69,600ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.3,69,600ના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના એક ઈસમે ભરી આપ્યો હોવાની કબુલાત કરતાં આ સંબંધે કતવારા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ ધાનપુર તાલુકાના ખલતા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.17મી ડિસેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ખલતા ગામે જંગલ તરફ જવાના રસ્તે નાકાબંધી કરતી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે મોટરસાઈકલો પસાર થતાં પોલીસે બંન્ને મોટરસાઈકલોનો પીછો કરતાં મોટરસાઈકલ બંન્ને મોટરસાઈકલો પર સવાર હીંમતભાઈ કાજીભાઈ ભુરીયા (રહે. ખલતા ગરબડી, તા. ધાનપુર, જી.દાહોદ), નગીનભાઈ કોરમભાઈ પરમાર (રહે. ભાણપુર, પીપળીધરા ફળિયું, તા. ધાનપુર, જી.દાહોદ), લલ્લુભાઈ અગનસીંહ ડામોર (રહે. પાનમ, પાડલીયા ફળિયું, તા. ધાનપુર, જી.દાહોદ) અને મુલચંદભાઈ ઉર્ફે મુરચંદભાઈ નાનસીંગભાઈ ઉર્ફે નવલાભાઈ ડામોર (રહે. મધ્યપ્રદેશ) નાઓ પોલીસને ચકમો આપી જંગલની ઝાડીઓમાં છુપાઈને નાસી ગયાં હતાં. પોલીસે બંન્ને મોટરસાઈકલો પરથી વિદેશી દારૂ બીયરની કુલ બોટલો નંગ.296 કિંમત રૂા.33,520ના પ્રોહી જથ્થા સાથે બંન્ને મોટરસાઈકલોની કિંમત મળી કુલ રૂા.93,520નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ધાનપુર પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ત્રીજો બનાવ ધાનપુર તાલુકાના ગઢા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.17મી ડિસેમ્બરના રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે ગઢા ગામે ઉચવાસ ફળિયામાં રહેતો અરવિંદભાઈ વેચાતભાઈ બારીઆના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારી પોલીસે અરવિંદભાઈની અટકાયત કરી તેના રહેણાંક મકાનની તલાસી લેતાં મકાનમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.290 કિંમત રૂા.34,620નો પ્રોહી જથ્થા કબજે કરી અરવિંદભાઈની પોલીસે પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો ઈશ્ર્વરભાઈ જગરીયાભાઈ કીરાડ (રહે. મધ્યપ્રદેશ) ના મેળાપીપળામાં મંગાવ્યો હોવાની કબુલાત કરતાં આ સંબંધે ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.