દાહોદ જીલ્લામાં બે અલગ-અલગ સ્થળે પોલીસે રેઈડ કરી 1.42 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ,દાહોદ જીલ્લામાં પોલીસે બે જુદા જુદા સ્થળોએથી કુલ રૂા.1,42,368/-ના પ્રોહી જથ્થા સાથે એક ફોર વ્હીલર કબજે કર્યાનું જ્યારે બે બનાવમાં પોલીસે ત્રણની અટકાયત કર્યાનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ ઝાલોદ પોલીસે ઘાવડીયા ચેક પોસ્ટ નજીક ગત તા.27મી ફેબ્રઆરીના રોજ બનવા પામ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના નીમચ જીલ્લાના મનાસા તાલુકાના કુકેડશ્ર્વર ગામે રહેતા અને રાજસ્થાન બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા પ્રમોદ કુમાર ઘનશ્યામ પુરોહીત પોતાના કબજાની આરજે-14-પીઈ-5191 નંબરની બસમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઝાલોદ કરફ આવનાર હોવાતી ગુપ્ત બાતમી ઝાલોદ પોલીસને મળી હતી. જે બાતમીના આધારે ઝાલોદ પોલીસે સાંજે સાડા છ વાગ્યાના સુમારે ઘાવઢીયા ચેકપોસ્ટ નજીક વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ રાજસ્થાન પાસીંગની બસ નજીક આવતાં જ વોચમાં ઉભેલ ઝાલોદ પોલીસે બસને ઉભી રહેવાનો ઈશારો કરતાં બસ માંથી રૂા. 86,688/- ની કુલ કિંમતની રોયલ ક્લાસીક વ્હીસ્કીના પાઉચ નંગ-1008 ભરેલ પેટીઓ નંગ21 પકડી પાડી બસના કંડકટર પ્રમોદકુમાર ઘનશ્યામ પુરોહીતની અટકાયત કરી તેની પાસેથી રૂા. 5,000ની કિંમતનો મોબાઈલ ફોન પકડી પાડી કુલ રૂપિયા 91,688ના મુદ્દામાલ કબજે લઈ ઝાલોદ પોલીસે આ સંબંધે બસનો કડંકટર પ્રમોદકુમાર ઘનશ્યામ પુરોહીત વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકાના ખંગેલા ચેકપોસ્ટ પર ગત તા.27મી ફેબ્રુઆરીના રોજ બનવા પામ્યો હતો. જેમાં કતવારા પોલીસે મોડી રાતના ખંગેલા ચેકપોસ્ટ પર જરૂરી વોચ ગોઠવી આવતા જતાં નાના-મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી ઉભી હતી. તે દરમ્યાન ત્રણેક વાગ્યાના સુમારે ત્યાંથી પુરપાટ પસાર થતી બોલેરો ગાડી પોલીસને શંકાસ્પદ લાગતા પોલીસે તે ગાડી ઉભી રકખાવી ગાડીની તલાસી લઈ બોલેરો ગાડીની પાછળની સીટના ઉપર મૂકી રાખેલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ કે રોયલ ફાઈન વ્હીસ્કીની પેટીઓ નંગ-7, લંડન પ્રાઈડ પ્રીમીયમ વ્હીસ્કીની પેટી નંગ-1 તથા માઉન્ટસ બીય્રની પીટે નંગ-4 મળી રૂા. 55680ની કુલ કિંમતની નાની મોટી કાચ તથા પ્લાસ્ટીકની કુલ બોટલ નંગ-480 ભરેલ પેટીઓ નંગ-12 પકડી પાડી દે.બારીય તાલુકાના ગુણા ગામના બારીયા ફળિયાના ગાડીના ચાલક રમેશભાઈ કલસીંગભાઈ બારીયા તથા ગુણા ગામના લુહાર ફળિયાના મહેશભાઈ કુલસીંગભાઈ લુહારની અટકાયત કરી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા દોઢ લાખની કિંમતની બોલેરો ગાડી મળી રૂા.2,05,680નો મુદ્દામાલ કબજે લઈ ગુણા ગામના રમેશભાઈ કલસીંગભાઈ બારીયા, મહેશભાઈ ફુલસીંગભાઈ લુહાર તથા ગાડીમાં દારૂ ભરાવી આપનાર પીટોલના ઠેકાવાળા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.