દાહોદ જીલ્લામાંં બે અલગ-અલગ જગ્યાથી 64 હજારના ઈંગ્લીશ દારૂ સાથે 3 ઈસમોને ઝડપ્યા

દાહોદ, દાહોદ જીલ્લામાંથી પોલીસે બે જુદી જુદી જગ્યાએથી કુલ રૂા.64,063ના પ્રોહી જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી કબજે કર્યાનું જ્યારે 03 ઈસમોની અટકાયત કરી હોવાનું અને 01 ઈસમ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના લીમડાબરા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.05 ડિસેમ્બરના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે લીમડાબરા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક કલ્પેશભાઈ મહેશભાઈ નાયક અને તેની સાથેનો અંકિતભાઈ ગોમાભાઈ નાયક (બંન્ને રહે. મધ્યપ્રદેશ) નાની પોલીસે અટકાયત કરી ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.98 કિંમત રૂા.32,383ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલગ ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.7,32,383નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ ધાનપુર તાલુકાના આંબાકાંચ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.05 ડિસેમ્બરના રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે આંબાકાંચ ગામે મકડવા ફળિયામાં રહેતાં દીનેશભાઈ રસુલભાઈ પરમારના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે દીનેશભાઈને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેનો કાજુભાઈ સોનેસીંગભાઈ વસુનીયા (રહે. મધ્યપ્રદેશ) નો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.240 કિંમત રૂા.31,680નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.