દાહોદ,
આજ રોજ તારીખ 04/11/2022 શુક્રવારના રોજ દાહોદ જિલ્લાના BTP , BTTS ના તમામ તાલુકાના હોદેદારો અને સામાજિક આગેવાનોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ દાહોદ જિલ્લા BTP કાર્યાલય પર BTP જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડાની આગેવાનીમાં યોજાયો અને તેમાં દાહોદ જિલ્લાની 6 વિધાનસભા BTP પાર્ટી સ્વતંત્ર લડશે તેવી સર્ચા કરવામાં આવી અને ફુલ જોશ ઝુનુન થી લડશે તેવી સર્ચા કરવામાં આવી. તેમાં દાહોદ તાલુકા ઉપપ્રમુખ રમસુ ભાભોર, દાહોદ તાલુકા ઉપપ્રમુખ સચિન નિનામા, BTP દાહોદ તાલુકા યુવા મોર્ચા પ્રમુખ કૈલાશ પણદા, સામાજિક કાર્યકર્તા પ્રફુલ ભીલ, દાહોદ 132 વિધાનસભા પ્રભારી પ્રકાશ મેડા, દાહોદ તાલુકા સોશિયલ મીડિયા પ્રભારી સંજય ડાંગી, ગરબાડા તાલુકા પ્રમુખ ધર્મેશ પરમાર, ગરબાડા તાલુકા મંત્રી અક્ષય મંડોડ, સંજેલી તાલુકા ઉપપ્રમુખ મિતેષ ડામોર, લીમખેડા BTTS પ્રમુખ રાજેશ હટીલા તથા BTP સામાજિક કાર્યકર્તા ક્રિષ્ના ચારેલ હાજર રહ્યા.