- રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ધ્વજવદન કાર્યક્રમ યોજાશે.
- દાહોદ જીલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવી એ સ્વાતંત્ર્ય પર્વના ઉજવણી ને લઈને આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે બેઠક યોજાઈ
દાહોદ, આઝાદીના અમૃત મહોત્સવના માહોલમાં સમગ્ર દેશની સાથે સાથે દાહોદ જીલ્લો પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે. જીલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવી ના માર્ગદર્શનમાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી ઝાલોદ તાલુકાના મેલણીયા ખાતે કરવાનું આયોજન કરાયું છે.
સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે સમગ્ર જીલ્લા તંત્ર પ્રયત્નશીલ છે. કલેકટર ડો હર્ષિત ગોસાવી.એ 15મી ઓગસ્ટની અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સૂચનો આપ્યાં હતાં તેમજ આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
બેઠકમાં જીલ્લા વિકાસ અધીકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટ દાર સ્મિત લોઢા,નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર,એ.એસ.પી. જગદીશ બાંગરવા, તાલુકાના પ્રાંત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.