
ફતેપુરા,
ફતેપુરા નગરમાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે જી કે ભરવાડ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનના પાટગંણમાં સુંદરકાંડના પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા પોલીસ સ્ટેશનમાં કડકડતી ઠંડીમાં પણ ગામજનો ઉંટી પડ્યા હતા ફતેપુરાના સાઈ સરકાર ગ્રુપ ડોલ મંજીરા અને તબલા ના તાલે સુંદરકાંડની રમઝટ બોલાવી હતી.
એ વિસ્તારમાં આવતા લોકો માટે અવનવા વર્ષ લાભદાય શુભદાયી નીવડે તેમજ ભાઈચારો જળવાઈ રહે ક્રાઇમના બનાવ ઓછો બને તે હેતુથી ફતેપુરા નગર સ્થિત સાઈમિત્ર મંડળ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનના પાટણમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવાર તેમજ ગામ જનોએ હાજર રહીને પાઠના પઠનુ આયોજન કર્યું હતું દાદાની આરતી ઉતારી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી.