
- જીલ્લામાં ગુજરાત વહીવટી સેવા,વર્ગ 1, મુલ્કી સેવા,વર્ગ 1/2 તથા નગરપાલીકા મુખ્ય અધિકારી વર્ગ 2ની પ્રિલિમરી પરીક્ષાના સુચારૂ આયોજનને લઈને સમિતિની બેઠક યોજાઈ.
- જીલ્લામાં તા.07મી જાન્યુઆરી 24ના રોજ સવારે 10 થી બપોરે 01 તથા સાંજે 3 થી 6 કલાકે યોજાનાર પરીક્ષામાં કુલ 20 પરીક્ષા કેન્દ્રો અને 239 બ્લોક પર કુલ 5734 ઉમેદવારો પરીક્ષામાં બેસશે.
દાહોદ, રાજ્યમાં આગામી તા.07મી જાન્યુઆરી 2024ના રોજ સવારે 10 થી બપોરે 01 તથા સાંજે 3 થી 6 કલાકે ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, મુલ્કી સેવા, વર્ગ-1/2 તથા ગુજરાત નગર પાલીકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે. દાહોદ જીલ્લામાં પરીક્ષાના સુચારૂ આયોજનને લઈને જીલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને દાહોદ, કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે સબંધિત અધિકારીગણ સાથે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જીલ્લા કલેક્ટર દ્વારા પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જીલ્લાના કુલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂંક કરવા માટે, જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂંક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત,આરોગ્ય અધિકારી દ્વારા થતી કામગીરી, પરીક્ષા માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની, તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારૂરૂપે આ પરીક્ષા યોજાય તે માટેની તમામ પ્રકારની જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.
દાહોદ જીલ્લામાં તા.07/01/2024ના રોજ સવારે 10 થી બપોરે 01 કલાકે તથા 3 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન યોજાનાર પરીક્ષામાં કુલ 20 પરીક્ષા કેન્દ્રો અને 239 બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે. જીલ્લામાં કુલ 5734 ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, પ્રાંત અધિકારી નિલાંજશા રાજપુત, ઝાલોદ પ્રાંત અધિકારી ગોહિલ, લીમખેડા પ્રાંત અધિકારી, જીલ્લાશિક્ષણાધિકારી સુરેન્દ્રભાઈ એલ.દામા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સહિત સંબંધિત અધિકારીઓ તેમજ સમિતીના સભ્યો ઉપસ્થિત રહી પરીક્ષા સુચારૂ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.