દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી લક્ષી તેમજ ભૌગોલિક પરિસ્થિતિ થી વાકેફ થવા ઝાલોદ તાલુકાની મુલાકાત લીધી

દાહોદ, દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ બબનરાવ નિરગુડેની આજરોજ ઝાલોદ તાલુકા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ ધાવડીયા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીના સ્ટાફની મુલાકાત તેમજ ઝાલોદ તાલુકાના સંકલનના અધિકારીયો તથા ગત વિધાનસભા 50 ટકા થી ઓછું મતદાન તેમજ પુરૂષોની સરખામણીમાં સ્ત્રી મતદારો ઓછું થયેલ હોય તેવા સુપરવાઈઝર ,બી.એલ.ઓ સાથે મીટીંગ આવનાર લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે માર્ગદર્શન આપ્યું.