
દાહોદ, દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કેળવણી મંડળ દાહોદ દ્વારા ત્રીજી વખત ચૂંટાયેલ સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર સાહેબ તથા ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ નું આજરોજ દાહોદ ખાતે સમાજના આગેવાનો દ્વારા શાલ અને બુકે થી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કેળવણી મંડળ ના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા, મંત્રી કિરણસિંહ ચાવડા, ઉપપ્રમુખ દેવચંદભાઈ પરમાર અને ભરતભાઈ શ્રીમાળી, દાહોદ તાલુકા મંત્રી નરેશભાઈ ચાવડા ગરબાડા તાલુકા પ્રમુખ અલ્કેશભાઈ ચાવડા, ફતેપુરા તાલુકા પ્રમુખ શાંતિલાલ સિસોદિયા, મોહનભાઈ ચાવડા, દાહોદ તાલુકા પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગાંધી વિગેરે મહાનુભવોએ સન્માન કર્યું હતું આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણભાઈ ડામોર તેમજ દાહોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નું પણ બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.