દાહોદ જીલ્લા આંગણવાડી વર્કર અને હેલ્પરોએ પડતર માંગણીને લઈ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું

દાહોદ, દાહોદ જીલ્લામાં આંગણવાડીઓમાં વર્કર અને હેલ્પર તરીકે કામ કરતી મહિલાઓએ પડતર પ્રશ્ર્નો મામલે દાહોદ શહેરમાં શનિવારની બપોરે 01 કિમી લાંબી રેકી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં તાકીદની બેઠક કરીને 15 દિવસમાં પોતાના પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની માંગણી કરવામાં આવી હતી.

દાહોદ શહેરમાં ગોદી રોડથી રેલી સ્વરૂપે પ્રાંત કચેરીને પ્રાંત અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, સપ્ટેમ્બર 2022માં થયેલા સમાધાનનો અમલ હજી સુધી કરવામાં આવ્યો નથી. નાસ્તાના બીલો પણ 07 થી 08 મહિનાથી ચુકવવામાં આળ્યાં નથી. પોષણ બીલો પણ ચુકવવામાં આવ્યાં નથી. ક્ધટીજન્સી કે ફ્લેક્સી ફંડની રકમો પણ ખાતામાં જમા થઈ નથી. કેટલીક જગ્યાએ આંગણવાડી કાર્યકરોએ ગેસના બાટલા અને ભાડાની રકમનો કરેલો ખર્ચ પણ અપાયો નથી. 24 સપ્ટેમ્બર સુધી તો માનદ વેતન પણ ચુકવાયું નથી. જેથી બહેનોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ગ્રાન્ટના અભાવે નાસ્તો બંધ કરવાની પણ આંગણવાડી બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આ સાથે માનદ વેતન દર મહિનાની 01થી 10 તારીખ સુધીમાં ચુકવવામાં આવે તેવી વ્યવસ્થા લઘુત્તમ વેતન સહિતની અનેક તકલીફોની આવેદનપત્રમાં વ્યથા ઠાલવવામાં આવી હતી.