દાહોદ જીલ્લા અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ અને લધુમતી જોડે અત્યાચાર વિરોધમાં આવેદન

બંગલા દેશમાં હિન્દુઓ અને લધુમતીની જોડે અત્યાચાર થયેલ છે. એમની સુરક્ષા અને એમના વસવાટની વ્યવસ્થા કરવા બાબત અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા દાહોદ જીલ્લા કલેકટરને આવેદપત્ર આપવામાં આવ્યું હતું.

અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા દાહોદ જીલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, બંગલાદેશમાં શેખ હસીનાના તખ્તાપલટ પછી હિન્દુઓ અને લધુમતી સાથે જે અત્યાર થયેલ છે. જેમાં એમની આબરૂ, જમીન, માલ મીલ્કતનું ધણું નુકસાન થયેલ છે. એમને પરત આવવા માટે આપને આવેદન પત્ર આપવામાં આવેલ છે. જેમાં હિન્દુઓ જે લધુમતી માટે સરકા એક તાસ્ક ર્ફોસનું ગઠન કરે જે દુનિયામાં હિન્દુઓનું સંરક્ષણ કરે, બંગલા દેશી હિન્દુ જનો જેમને લધુમતી ઓની જમીન, મકાન, દુકાન,માલ મિલ્કત ને જે નુકસાન થયેલ છે.

એ એમને પાછી આપવી અને એમને વસાવી આપવી તેવી અમારી માંગણી છે. ભારતમાં બંગલા દેશી અને રોહનીયા ને ભારત માંથી બહાર કાઢવા અમારી અરજ છે, યુ.સી.સી. અને એન.આર.સી. વહેલી તકે ભારતમાં લાગુ થાય, ભારત દેશમાં બંગલા દેશી વિધાર્થીઓને ભણવાની અનુમતી રદ થાય એવી અમારી આપને પ્રાર્થના છે. હિન્દુઓ અને લધુમતીઓ નું બંગલાદેશમાં રક્ષણ થાય અને એમનો વસવાટ થાય, ડરનું વાતાવરણ દુર થાય, હિન્દુઓ સન્માન પુર્વક પોતાની જિંદગી જીવી શકે. તેવી રજૂઆત કરવામાં આવી છે.