દાહોદ જીલ્લા આરોગ્ય વિભાગની ટીમે 70 પાણીપુરી ધંંધાદારીઓ પાસેથી 60 કિલો અખાદ્ય પદાર્થ નાશ કર્યો

દાહોદ જીલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ આ ઋતુમાં ખાસ કરીને ઋતુ જન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જીલ્લામાં પાણીપુરીના વિક્રેતાઓના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી કુલ 70 જેટલા પાણીપુરીના વિક્રેતાના ત્યાંથી 60 કિલો જેટલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરી 22 પાણીપુરીના વિક્રેતાઓ પાસેથી પાણીપુરીના નમુનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

ત્યારે બીજી તરફ લીમખેડાના દુધીયા ગામેથી થોડા દિવસો પહેલા આરોગ્યની ટીમ દ્વારા પનીરનો નમુનો લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલામાં આવ્યો હતો. જેમાં રિપોર્ટમાં પનીરના નમુનો સબસ્ટાન્ડર્ડ માલુમ પડતાં દાહોદની કોર્ટ દ્વારા વેપારીને 15,000નો દંડ ફટકારતાં લોભીયા અને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ચોમાસાની ઋચુમાં હાલ દાહોદ જીલ્લામાં શરદી, ખાંસી, તાવ જેવી બિમારીઓ તેમજ રોગોએ માથુ ઉચક્યું છે. સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ જીલ્લામાં ચોમાસાની ઋતુમાં જીલ્લામાં પાણીપુરી સહિત ખાણીપીણીના સ્ટોલો પર આરોગ્યપ્રદ ખોરાક તેમજ ખાદ્ય ચીજ વસ્તુઓ મળે છે કે કેમ તેની તપાસ દાહોદ જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે.

ત્યારે ગતરોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જીલ્લા સેવા સદન દાહોદ દ્વારા હાલમાં પાણીજન્ય રોગો ન થાય તેની તકેદારીના ભાગરૂપે દાહોદ જીલ્લામાં પાણીપુરી વિક્રેતા તથા અન્ય ખાદ્યચીજ નો ધંધો કરતા આશરે 70 જેટલા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલ જે તપાસ દરમ્યાન આશરે 50-60 કીલોગ્રામ જેટલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામાં આવેલ અને તેમાંથી 22 જેટલા વિક્રેતા પાસેથી 14 પાણીપુરીના પાણીના નમુના તથા 8 અન્ય ખાદ્યચીજના નમુના પૃથ્થકરણ અર્થે લઈ લેબોરેટરીમાં મોકલી આપેલ અને તમામ વિક્રેતાઓને સાફ સફાઈ જાળવવા સુચના આપવામાં આવેલ, વધુમાં ખાદ્યચીજ સાથે સંકળાયેલ તમામ લારી ગલ્લા વેપારીઓની સાફ સફાઈ તથા ગુણવત્તા અંગેની તપાસ ઝુંબેશ સતત ચાલુ રહેશે.

વધુમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જીલ્લા સેવા સદન, દાહોદના કુડ સેફ્ટી ઓફિસરએ કમલેશપુરી કિશનપરૂ ગોસ્વામી (નમુનો વેચાતો આપનાર અને પેઢીના માલીક) નીલકંઠ ડેરી એન્ડ આઈસક્રિમ દુધીયા એકડા, દુધીયા, તા- લીમખેડા, જી-દાહોદ પાસેથી પનીર (લુઝ) નો નમુનો લઈને પૃથ્થકરણ કરવા માટે મોકલી આપેલ જે નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એડજ્યુડીકેટીંગ મોફીસર અને નિવાસી અધિક કલેક્ટર, દાહોદ નાઓની કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો. જે કેસ ચાલી જતા તા. 16/07/2024 ના રોજ ચુકાદો આવેલ અને સામાવાળાને આવો સબસ્ટાન્ડર્ડ પનીર વેચવા બદલ રૂપીયા 15000/- નો દંડ કરવામાં આવેલ છે.