દાહોદ જીલ્લામાં પોલીસે ચાર સ્થળોએ રેઈડ કરી 2.52 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ,,દાહોદ જીલ્લામાં ચાર સ્થળોએ પોલીસે પ્રોહી રેડ પાડી રૂા.2,52,080ના પ્રોહી જથ્થા સાથે બે મોટરસાઈકલ અને એક ફોર વ્હીલર ગાડી કબજે કર્યાનું જ્યારે ચાર બનાવમાં બે ઈસમોને પોલીસે પકડી પાડી જ્યારે ચાર ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.18મી મેના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ગઢવેલ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ વિદેશભાઈ શંકરભાઈ રાઠવા (રહે. ગઠવેલ, રાઠવા ફળિયું, તા. ધાનપુર, જી.દાહોદ)નો પસાર થઈ રહ્યો હતો. તેને પોલીસને દુરથી જોઈ લેતાં પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.288 કિંમત રૂા.43,200ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા.83,200નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે ધાનપુર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ દેવગઢ બારીઆના સીંગેડી ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.17મી મેના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે સીંગેડી ગામે વચલુ ફળિયામાં રહેતાં ભોપતભાઈ અભેસીંગભાઈ સંગાડીયાના રહેણાંક મકાનમાં પોલીસને મળેલ બાતમીના આધારે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસને જોઈ ભોપતભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.233 કિંમત રૂા.31,810નો પ્રોહી જથ્થો પોલીસે કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીબીશનનો બીજો બનાવ લીમખેડા તાલુકાના જાદા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.18મી મેના રોજ લીમખેડાના જાદા ખેરીયા ગામે દશરથભાઈ નગજીભાઈ ભાભોર, કેશન ઉર્ફે કિશનભાઈ નગજીભાઈ ભાભોર (બંન્ને રહે. છરછોડા, વેડ ફળિયું, તા.ગરબાડા, જી.દાહોદ) અને પર્વતભાઈ શંતુભાઈ પરમાર (રહે. જાદા, પરમાર ફળિયા, તા. લીમખેડા, જી.દાહો) નાઓ એકબીજાની મદદગારીમાં કોઈ ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરના જથ્થો ભરાવી લઈ આવતાં હતા. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળલે બાતમીના આધારે જાદા ખેરીયા ગામે અચાનક પ્રોહી રેડ પાડતાં ઉપરોક્ત ત્રણેય ઈસમો ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી પોલીસે દશરથભાઈને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેના અન્ય બે ઈસમો નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.1159 કિંમત રૂા.1,50,670ના પ્રોહી જથ્થા સાથે સ્થળ પરથી એક મોટરસાઈકલ મળી પોલીસે કુલ રૂા.1,80,670નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીબીશનનો ચોથો બનાવ ઝાલોદ તાલુકાના લીમડી ગામે ચાકલીયા ચોકડી પાસે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.18મી મેના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે લીમડી ગામે ચાકલીયા ચોકડી પાસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી ધરતાં હતાં. તે સમયે ત્યાંથી એક ઈક્કો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ઈક્કો ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર ચાલક મિથુનભાઈ મનસુખભાઈ વાદી (રહે. બીયામાળી, કોલેજ ફળિયું, તા. ઝાલોદ, જી.દાહોદ) નાની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.192 કિંમત રૂા.26,400ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.2,76,400નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે લીમડી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.