દાહોદ જીલ્લાના ફતેપુરા નગરમાં ભાડાના મકાનમાં રહેતાં એક 43 વર્ષિય વ્યક્તિ પાણીની ટાંકીમાં પાણી ભરવા માટે મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતાં યુવકને સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યાંનું જાણવા મળે છે

ગત તા.29મી ઓગષ્ટના રોજ ફતેપુરા નગરમાં મેઈન બજારમાં ભાડાના મકાનમાં રહેતાં સંજયસિંહ દરીયાવસિંહ વણજારા પોતાના મકાનની ઉપર આવેલ પાણીની ટાંકીમાં પાણી ભરવા માટે જતાં હતા. તે સમયે મોટર ચાલુ કરવા જતા અચાનક તેઓને સખત વીજ કરંટ લાગ્યો હતો. સંજયસિંહને વીજ કરંટ લાગતા બુમાબુમ મચી જવા પામી હતી. જેને પગલે પરિવારજનો તેમજ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. ગંભીર ઈજાગ્રસ્ત સંજયસિંહને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ સંજયસિંહને સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. .

આ સંબંધે મીરાદેવી સંજયસિંહ વણજારાએ ફતેપુરા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.