દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત પત્રકાર મીટીંંગ યોજી

દાહોદ,દાહોદ ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય કમલમ ખાતે જીલ્લા પ્રમુખ શંકર આમલિયારના અધ્યક્ષ સ્થાને “ગાંવ ચલો અભિયાન” જે તા. 10 થી 11 ફેબ્રુઆરી, 2024 ના રોજ યોજાનાર છે તે અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

દાહોદ ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય કમલમ ખાતે જીલ્લા પ્રમુખ શંકર આમલિયારના અધ્યક્ષ સ્થાને “ગાંવ ચલો અભિયાન” જે તા.10 થી 11 ફેબ્રુઆરી, 2024 ના રોજ યોજાનાર છે, તે અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભારત દેશ છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરીક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્ર્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્ર્વાસ કેળવીને 2024ની આગામી લોકસભાની ચૂંટણીમાં પુન: સમર્થન મેળવવાનું છે. જેથી ઉપરોક્ત કાર્યને પૂર્ણ કરવા માટે, કેન્દ્રની યોજના અનુસાર ” ગાંવ ચલો અભિયાન” શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 7 લાખ ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક-એક કાર્યકર્તાને તેઓના મૂળ ગામ અને બૂથ સિવાયના અન્ય ગામ કે બૂથમાં જવાબદારી નિશ્ચિત કરીને રાત્રી રોકાણ સહીત 24 કલાક એ કાર્યકર્તાઓએ સોંપેલ ગામ બૂથમાં ’પ્રવાસી કાર્યકર્તા’ તરીકે જશે.આ અભિયાનની સફળતા માટેની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જીલ્લાના સંયોજકો અને સહ-સંયોજકો સાથે ચર્ચા-વિચારણા કરીને મંડલ અભિયાન સમિતિ 1, સંયોજક, 1, સહ-સંયોજક ની રચના કરી, જેમાં સંયોજક તરીકે મંડલના મહ્યમંત્રીને મુકવામાં આવશે અને મંડલમાં શક્તિ કેન્દ્રના શક્તિ કેન્દ્ર સંયોજકના નામ, નંબર મોકલવાના રહશે ગ્રામ્ય મંડલમાં ગામ અને શહેરમાં બુથ દીઠ 1 સ્થાનિક સંયોજક મુકવામાં આવશે.

ગામ/શહેર સંયોજકે ગામમાં આવનાર પ્રવાસી કાર્યકર્તાનો આખા દિવસના કાર્યક્રમનું આયોજન અને જરૂરી વ્યવસ્થા કરવાની છે. વધુ વસ્તી ધરાવતા મોટા ગામોમાં બે બુથ દીઠ એક એ ગુણાંકમાં પ્રવાસી કાર્યકર્તાઓની નિયુક્તિ કરવી તેમજ નાના ગામોમાં ગામ દીઠ એક અને શહેરી વિસ્તારમાં બુથ દીઠ એક પ્રવાસી કાર્યકર્તાની જવાબદારી નિશ્ચિત કરવાની છે.

જ્યારે 11 ફેબ્રુઆરી ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ છે, તે દિવસે દરેક ગામ સ્તરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની છબી મૂકી તેની પુષ્પાંજલિ કરી તેમના જીવન ચરિત્ર વિશે લોકોને માહિતી આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે. આમ, બે દિવસ સમગ્ર ભારત કરોડો ની સંખ્યામાં કાર્યકર્તા 2024ની તૈયારીઓના ભાગ રૂપે થનાર આ અભિયાનમાં ભાગ લેશે. :-શંકરભાઈ આમલિયાર, દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ.