દાહોદ, દાહોદ જીલ્લામાં 13 વર્ષીય સગીરાને જીલ્લાના એક નરાધમ યુવાને જબરજસ્તીથી પત્ની તરીકે રાખવા અપરણ કરી ઉજ્જૈન લઈ જઈ તેણીની મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યાની કેફિયત ભરી ફરિયાદ અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનેલ પીડિત સગીરાના પિતાએ પોલીસમાં કરી હોવાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
બે દિવસ અગાઉ એટલે કે તારીખ 27-4-2024 ના રોજ દાહોદ જીલ્લાની 13 વર્ષીય સગીરાને મળવા દાહોદ જીલ્લાનો મહેન્દ્ર પટેલ નામનો યુવાન તે સગીરાના ગામમાં ગયો હતો અને ગામમાં આવેલ એક ગલ્લા પાસે તે સગીરાને મળવા માટે બોલાવતા તે સગીરા તેને મળવા માટે ગામના ગલ્લા પાસે આવી હતી. તે વખતે મહેન્દ્ર પટેલ નામના યુવાને તે સગીરાને પોતાની પત્ની તરીકે રાખવા લઈ જવા જણાવ્યું હતું. પરંતુ તે સગીરાએ તેની સાથે નાસી જવાની સાફ ના પાડી દીધી હતી. તેમ છતાં મહેન્દ્ર પટેલે બળજબરીપૂર્વક તે સગીરાનુ ત્યાંથી અપહરણ કરી તેણીને ઉજ્જૈન લઈ ગયો હતો અને ઉજ્જૈનમાં તેણીની મરજી વિરૂદ્ધ અવારનવાર બળજબરી પૂર્વક તેણીની સાથે મહેન્દ્ર પટેલે દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધે ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલ પીડિત સગીરાના પિતાએ પીપલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ કિડનેપિંગ વિથ રેપનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.