દાહોદ જેકોટ ગામે હાઈવે રોડ ઉપર કન્ટેનર અને સળીયા ભરેલ ગાડી વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું મોત

દાહોદ,

દાહોદ તાલુકાના જેકોટ ગામે આવેલ હાઇવે રોડ ઉપર એક કન્ટેનર ગાડી તથા સળિયા ભરેલ ગાડી વચ્ચે ગાડી વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળ પર મોત નીપજવા પામ્યું હતું. જ્યારે કન્ટેનર ગાડીનો ચાલક નાસી ગયો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યા અનુસાર સળિયા ભરેલ ગાડીમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલ પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બંને તરફનો હાઇવે બંધ કરી દેવાની ફરજ પડી હતી. કલાકો સુધી હાઇવે બંધ રહેતા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાજી નો સામનો કરવો પડ્યો હતો. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે હાલ સુધી જાણવા મળ્યું નથી પરંતુ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાવા પામ્યો હતો. એક કન્ટેનર અને એક સળીયા ભરે ગાડી વચ્ચે અકસ્માત સર્જાતાં સળીયા ભરેલ ગાડીના ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કન્ટેનર ગાડીનો ચાલક ઘટના સ્થળે પોતાના કબજાની ગાડી મુકી નાસી ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે હાઈવે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હાઈવે તરફના બંન્ને રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી હતી. જેને પગલે હાઈવે પર બંન્ને તરફ લાંબી કતારો વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયાં હતા. બીજી તરફ કન્ટેનર ગાડીમાં જોતજોતામાં આગ ફાટી નીકળતાં નજીકના ફાયર ફાઈટરના લશ્કરોને જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી જઈ કન્ટેનરમાં લાગેલ આગને પાણીનો મારો ચલાવી બુઝાવી હતી. ઘટના સંદર્ભે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાંવવા પામી નથી, પરંતુ પોલીસ તપાસનો ધમધમાટ આરંભ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.