દાહોદ, દાહોદ શહેરમાં જાહેરમાં પાના પત્તા વડે પૈસા વડે હારજીતનો જુગાર રમતાં ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી રોકડા રૂપીયા19,070 તેમજ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.27,570નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.19મી ડિસેમ્બરના રોજ દાહોદ ટાઉન પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરના જનતા ચોક ખાતે જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા રહીમશા મહમ્મદશાહ દિવાન, સુનિલભાઈ કનુભાઈ કાવડીયા, મુજફરખાન મુજાદખાન પઠાણ અને યુસુફભાઈ રસુલભાઈ ભુંગાને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી રોકડા રૂપીયા 19070 તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂા.27,570નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ ટાઉન પોલીસે જુગાર ધારાની કલમ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.