દાહોદ,
પશ્રિમ રેલ્વેના રતલામ મંડળના ડી.આર.એમ.રજનીશ કુમારે દાહોદ તેમજ લીમખેડાના નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા. રતલામથી નાગદા, ખાચરોદ-મેઘનગર લીમખેડા પહોંચેલા ડી.આર.એમ.લીમખેડા રેલ્વે સ્ટેશનનુ નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ યાત્રિકોની સુવિધાને ઘ્યાને લઈ રેલ્વેના અધિકારીઓ જોડે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ દાહોદ આવેલા ડી.આર.એમ.રજનીશ કુમારે ડી.આર.યુ.સી.સી.તેમજ ઝેડ.આર.યુ.સી.સી.સહિતના યાત્રિ સુવિધા સલાહકાર સમિતિના સદસ્ય તેમજ અધિકારીઓ જોડે વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં રતલામ તરફથી આવતી મેલ એકસપ્રેસ તેમજ કેટલીક માંગોને પુર્ણ કરવા ડી.આર.એમ.દ્વારા હૈયાધારણા પણ આપવામાં આવી હતી. ત્યારબાદ રેલ્વે વર્કશોપ જવા નીકળેલા ડી.આર.એમ.એ જણાવ્યુ હતુ કે, દાહોદ-ઈન્દોૈર રેલ પરીયોજના 2025/26 સુધીમાં પુર્ણ કરી દઈશુ. આ રેલમાર્ગ માટે ભુમિ અધિગ્રહણ પણ પ્રગતિમાં છે. ઈન્દોૈર-દાહોદ રેલ પરીયોજનામાં ધાટ સેકશન તેમજ ભુમિ અધિગ્રહણને લઈને કેટલીક મુશ્કેલીઓ આવી છે પરંતુ તેમાં નજીકના સમયમાં ઉકેલ આવી જશે તેવી આશા બંધાઈ રહી છે.તેમજ રેલ્વેની પાર્કિંગ સુવિધા ટુંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે. અને રતલામ તરફથી આવતી મેલ એકસપ્રેસ ટ્રેનોના પ્લેટફોર્મ બદલાય છે તે ઓપરેશનલ સિસ્ટમથી ચાલે છે. જેમાં કશુ કરી શકાય તેમ નથી તેમ જણાવ્યુ હતુ.