દાહોદ, દાહોદ શહેરમાં આવેલ હોટલ જી લેન્ડ માર્કમાં દાહોદ એસઓજી પોલીસે ઓચિંતી તપાસ ધરતાં જેમાં રીસેપ્શન ઉપરના ઉતારૂઓના રજીસ્ટર મુજબની એન્ટ્રીઓ પથીક સોફ્ટવેરમાં ઓનલાઈન નહીં કરીકલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટનાઓની નિયમોનો ભંગ કરતાં હોટલા મેનેજર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના બસ સ્ટેશન રોડ, સ્વામી વિવેકાનંદ સર્કલની સામે આવેલ હોટલ જી લેન્ડ માર્ક હોટલમાં રીસેપ્શન ઉપરના ઉતારૂઓના રજીસ્ટર મુજબની એન્ટ્રીઓ પથીક સોફ્ટવેરમાં ઓનલાઈન નહીં કરી હોવાની માહિતી દાહોદ એસઓજી પોલીસને મળી હતી. આ માહિતીને આધારે દાહોદ એસઓજી પોલીસે ગત તા.03 જુલાઈના રોજ ઉપરોક્ત હોટલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને પથીક સોફ્ટવેરમાં ઓનલાઈન ઉતારૂઓની એન્ટ્રી નહીં કરવા બાબતે પોલીસે હોટલના મેનેજર લક્ષ્મણબહાદુર પ્રકાશબહાદુર નેપાળી (રહે. સાંઈધામ સોસાયટી, દાહોદ, તા.જી. દાહોદ, મુળ રહે. નેપાળ) સામે કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટનાઓ દ્વારા બહાર પાડેલ જાહેરનામાના ભંગ બદલ જીપી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.