દાહોદ, દાહોદ તાલુકામાં એક પ્રેમીના અન્ય યુવતી સાથે લગ્ન થઈ જતાં પ્રેમી પંખીડા વચ્ચે આ મામલે બોચાલાચી થતાં એક દિવસ પહેલાં પ્રેમીકાએ દાહોદ શહેરની હોસ્ટેલમાં આત્મહત્યા કરી ત્યારે આ અંગેની જાણ તેના પરણિત પ્રેમીને થતાં તેમને પણ દાહોદના મુવાલીયા ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં બંન્નેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળ્યાં અનુસાર, પ્રેમીના લગ્ન થોડા દિવસો પહેલાંજ થયાં હતાં ત્યારે પ્રેમી પંખીડાના આપઘાતના પગલે પ્રેમીએ જે યુવતી સાથે લગ્ન કર્યા હતાં તે પરણિતાના આંખોમાં અશ્રુધારાઓ વચ્ચે આક્રંદ ફેલાઈ જવા પામ્યો હતો.
દાહોદ તાલુકામાં રહેતો યુવકની આંખ દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક યુવતી સાથે આંખો મળી જતાં બંન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયાં હતાં. લાંબા સમય સુધી ચાલેલ આ પ્રેમ પ્રકરણમાં ગત તા.21મીએ એટલે કે, ચાર દિવસ પહેલાંજ યુવકના અન્ય યુવતી સાથે સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થઈ ગયાં હતાં. આ અંગેની જાણ પ્રેમીની પ્રેમીકાને થતાં બંન્ને વચ્ચે મોબાઈલ ફોન પર તકરાર થઈ હતી જાણવા મળ્યાં અનુસાર, ત્યાર બાદ યુવતીએ દાહોદ મુકામે આવેલ હોસ્ટેલમાં રહેતી હતી. તે હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમીકાએ આત્મહત્યા કરી લીધી હોવાના જાણ પ્રેમીને થતાં આજરોજ પ્રેમીએ પણ પોતાની પ્રેમીકાના વિરહમાં મુવાલીયા ખાતે એમજીવીસએલના થાંભલા સાથે દુપટ્ટા જેવી વસ્તુ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવકના મૃતદેહને થાંભલા પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. પ્રેમી પંખીડાના મોતને પગલે બંન્નેના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ત્યારે બીજી તરફ પ્રેમીએ જે યુવતી સાથે લગ્ન કર્યા હતા. તે યુવતી અને તેના પરિવારજનોમાં પણ ગમગીની સાથે યુવતીના ભવિષ્યની ચિંતાઓમાં ગમગીન થઈ ગયાં હતાં.
સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.