દાહોદ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નકલી ખાતર જંતુનાશક દવાનો ધંધો કરતા વેપારીઓ બિનજામીનપાત્ર ગુનાના કાયદા ધરવા માંગ

દાહોદ,નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાનો વેપાર કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા વેપારીઓ સામે બિન-જામીનપાત્ર ગૂનો દાખલ થાવ તેવો કાયદો ઘડવા અંગે ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો જાણવા મળે છે.

ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા, વર્ષ 2022-23 માં ખાતરના 378 નમૂના કેલ, બિયારણ 192 નમૂના ફેલ, જંતુનાશક દવાના 136 નમૂના ફેલ અને વર્ષ 2023-24 માં ખાતરના 425 નમૂના ફેલ, બિવારણ 283 નમૂના કેળ, જંતુનાશક દવાના 196 નમૂના ફેલ થયા છે. બે વર્ષમાં 1610 નમૂના ફેલ થયા છે. ગુજરાતમાં નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાનો ગેરકાયદેસર વેપાર ધમધમી રહ્યો છે. ખેડૂતો અથાગ મહેનત કરે છે અને પાક નિષ્ફળ જાય ત્યારે ખબર પડે છે કે ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ નકલી હતી. પરિણામે ખેડૂતોને આર્થિક ખોટ વેઠવાનો વારો આવે છે. નકલી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના ધૂમ વેચાણને કારણે માકિયાઓ મજબૂત બન્યા છે. કહેવાય રહયુ છે, કે ગુજરાતમાં 300 થી વધુ બીજકંપનીઓ બિનઅધિકૃત વેચાણ કરી કરોડોની આવક મેળવે છે અને ખેડૂતો સાથે છેતરપીડી કરી છે. કાયદામાં કડક જોગવાઈ નહીં હોવાથી નકલી ખાતર, બીયારણ અને જંતુનાશક દવાઓ વેચાણ કરનારા ડરતાં નથી અને મામૂલી દંડ ભરી છૂટી જાય છે. તેવુ માનવામાં આવી રહયુ છે.

ખેડૂતોની સાથે છેતરપીંડી ન થાય, ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી દવાનો વેપાર કરતાં વેપારીઓ સામે બીનજામીનપાત્ર ગૂનો દાખલ થાય અને કડક સજા થાય તેવી કાયદામાં જોગવાઈ થાય તેવી ખેડૂતો તરફથી વિનંતી કરવામાં આવી હતી.