દાહોદ ગોદી રોડ વિસ્તારની વ્હોરા કોમની યુવતિને પ્રેમી લગ્ન કરવાની ના પાડતાં આધાત લાગતા ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

દાહોદ,
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તાર ખાતે આજે એક ચકચારી બનાવ સામે આવ્યો છે. એક ૨૪ વર્ષીય વ્હોરા સમાજની યુવતીના ચાર વર્ષના પ્રેમ સંબંધમાં તેનાજ સમાજના યુવકે લગ્ન કરવાની ના પાડી દેતાં આઘાતમાં ચાલી ગયેલ યુવતીએ આજરોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાં કરી લેતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે યુવતીના પરિવારનોમાં આક્રંદનો માહોલ સર્જાઈ ગયો હતો. આ સંબંધે યુવતીના પિતા દ્વારા યુવક વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.

દાહોદ શહેરના ગોડીરોડ કુત્બી મસ્જીદની પાસે રહેતી ૨૪ વર્ષીય ફાતેમાં શબ્બીર હુસેન યુસુફભાઈ લીમખેડાવાલાને દાહોદ શહેરમાંજ ચાકલીયા રોડ પીસ પાર્ક અંડર બ્રીજ પાસે રહેતો હુસેન અબાસભાઈ શાકીર (ઉ.વ.૩૫) સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. વર્ષોથી હુસેન અને મૃતક ફાતેમાં વચ્ચે લગ્ન બાબતે વાતચીત પણ ચાલતી હતી પરંતુ હુસેન તૈયાર ન હતો અને ચાર વર્ષ સુધી વાયદા પર વાયદો કરતો હતો. આખરે હારી થાકેલી મૃતક ફાતેમાંએ ફરીવાર લગ્ન બાબતે પુછતાં હુસેને કહેલ કે, તારે બીજે લગ્ન કરવા હોય તો કરી લે, નહીં તો મરી જા, હું તારી સાથે લગ્ન કરવાનો નથી, તેમ કહેતાં મૃતક ફાતેમાંને મનમાં લાગી આવ્યું હતું અને તે આ આઘાત સહન કરી ન શકી. ફાતેમાને આત્મહત્યા કરવા મજબુર કરતાં ફાતેમાંએ આજરોજ પોતાના ઘરમાં પંખાની સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આ સમાચાર પરિવારજનોમાં થતાં તાબડતોડ પરિવારજનો ઘર તરફ દોડી ગયાં હતાં અને ફાતેમાં લટકતી જોઈ આક્રંદ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતકની લાશને પંખા પરથી નીચે ઉતારી પીએમ અર્થે નજીકના દવાખાને મોકલી આપી હતી. મૃતક યુવતીના ઘર પર પરિવારજનો સહિત સમાજના ટોળે ટોળે ઉમટી પડ્યાં હતાં.

આ સંબંધે ફાતેમાના પિતા શબ્બીર હુસેન યુસુફભાઈ લીમખેડાવાલાએ દાહોદ શહેર પોલીસ મથકે યુવક હુસેન અબાસભાઈ શાકીર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.