દાહોદ ગોધરા રોડ ઉપર બોલેરો પીકઅપના કેબીનમાં રાખેલ 60હજાર રૂપીયાની મત્તાની ચોર

દાહોદ,દાહોદના ગોધરારોડ પર ઉભેલી બોલેરો પીકપ ફોર વ્હીલ ગાડીના કેબીમાં મુકેલી રૂ.60,000/- હજાર ઉપરાંત રૂપિયા ભરેલી કાળા કલરની બેગની ઉઠાતરી થયાનું જાણવા મળ્યું છે.

તારીખ 21મી એપ્રિલને શુક્રવારના રોજ ભર બપોરે કોઈ અજાણ્યો ચોર ઈસમે દાહોદ શહેરના ગોધરા રોડ તરફ ઉભેલ બોલેરો પીકપ ગાડીના કેબીનમાં મુકેલી રૂપિયા ભરેલી કાળા કલરની બેગ ઉઠાતરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. દાહોદના ગોધરા રોડ પર સ્થિત જનતા કોલોની પાસે વાઘ બકરી ચા ના વેપારીઓને એમની દુકાનો પર જઈ સેલ કરતી બોલેરો પીકપ ફોર વ્હીલ ગાડી જે વેપારી પાસે જઈ ચાનું સેલિંગ કરવા ફોર વ્હીલ ગાડી રોડ પર ઉભી રાખી દુકાન પર સેલ્સ મેન અને ફોર વ્હીલ ચાલક વેપારી પાસે ગયા હતા. વેપારી પાસે જઈ પરત પીકપ ફોર વ્હીલ બોલેરો ગાડી પાસે આવતા ગાડીના કેબીનમાં રૂપિયા ભરેલો બેગ જોવા ન મળતા ચાલક અને સેલ્સમેન હક્કા બક્કા થયા હતા. સેલ્સમેન અને ચાલકથી વાતચીત કરતા બેગ ચોરાયા હોવાનું જાણવા મળેલં હતું. બેગમાં રોકડ રકમ રૂ. 60,000/-ની રોકડ રકમ બતાવવામાં આવી રહી છે સાથે બેગમાં એક મોબાઇલં ફોન અને એક પ્રિન્ટર હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફોર વ્હીલ ગાડીમાં બેગ ન હોવાની જાણ એજન્સીના માલિકને કરવામાં આવી હતી. હાલ ફોર વ્હીલ ગાડીમાં રૂપિયા ભરેલી બેગ ચોરાયાની જાણ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.