દાહોદ, દાહોદના ગોધરા રોડ મુવાલીયા ક્રોસીંગ પાસે સ્માર્ટ રોડની કામગીરી દરમ્યાન ગુજરાત ગેસ પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસ ગળતર થયું હતું. ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓએ સત્વરે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી સર્જાયેલ ભંગાણનું રીપેરીંગ કામકાજ હાથ ધર્યુ હતું.
દાહોદના મુવાલીયા કોંસીંગ પાસે પી.ડબલ્યુ.ડી. અને સ્માર્ટ સીટી અંતર્ગત રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગતરોજ આ માર્ગ પરથી પસાર થતી ગુજરાત ગેસ પાઈપ લાઈનમાં કર્મચારીઓ દ્વારા કામકાજ સમયે ભંગાણ સર્જાયું હતું. આ ગેસ પાઈપ લાઈનમાં જેસીબી મશીન ચાલી ગયું હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે ગેસ પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હોવાની માહિતી ગુજરાત ગેસ પાઈપ લાઈનના અધિકારીઓ અને કર્મચારીઓને થતાં તેઓ તાબડતોડ સ્થળ પર દોડી ગયાં હતાં. કર્મચારીઓ દ્વારા આ ભંગાણને તાત્કાલિક ધોરણે સમારકામ આરંભ કરી રીપેરીંગ કામકાજ હાથ ધર્યુ હતું. જાણવા મળ્યાં અનુસાર, ભંગાણ સર્જાયું. ત્યારે 20થી 25 ફુટ જેટલો ગેસ બહાર નીકળ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, ભંગાણ સર્જનાર જેસીબી મશીનનો ડ્રાઈવર સ્થળ પરજ જેસીબી મશીન મુકી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોએ ગુજરાત ગેસના કર્મચારીઓને કરવામાં આવતાં ગુજરાત ગેસના કર્મચારીઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને તાત્કાલિક ધોરણે ગેસ પાઈપ લાઈનમાં સર્જાયેલ ભંગાણનું રીપેરીંગ કામકાજ હાથ ધર્યુ હતું. સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અને મોટી દુર્ઘટના થતી અટકી હતી.