દાહોદ-ગરબાડા હાઈવે પર નવા માર્ગની કામગીરી દરમિયાન 281 વૃક્ષો કપાશે

ગરબાડા,દાહોદ-ગરબાડા નેશનલ હાઈવે નં-56 પર નવા માર્ગ કામગીરી દરમિયાન 281 વૃક્ષો કાપી નાંખવામાં આવનાર છે. પરંતુ હાલ વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ-ગરબાડા નેશનલ હાઈવે નં-56ના નવા ડામર રોડની કામગીરી સપ્ટે.માસથી ચાલુ કરવામાં આવી હતી. જે કામગીરી આવનાર સપ્ટે.માસ સુધીમાં પુર્ણ થઈ જશે. જે નવીન રોડ દાહોદથી લઈને મિનાયાર બોર્ડર સુધી 35.77 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. જે રોડની કામગીરી દરમિયાન દાહોદથી ગરબાડા થઈ મિનાકયાર બોર્ડર સુધી કુલ 281 જેટલા વૃક્ષોને કાપી નાંખવામાં આવશે. તેવુ જાણવા મળી રહ્યુ છે. હાલમાં વૃક્ષો કાપવાની આ કામગીરી ચાલુ કરવામાં આવી નથી. જે કામગીરીની ટેન્ડર પ્રક્યિા પત્યા બાદ ચાલુ કરવામાં આવશે. પરંતુ જે વૃક્ષો ઉમંરવાળા મોટા અને ધટાદાર છે તે વૃક્ષો નહિ કપાય અને શકય બને તેટલા વૃક્ષોને બચાવી લેવાય તેવી લોકોની લાગણી છે. હાલમાં રોડ બનાવનાર કોન્ટ્રાકટર દ્વારા નડતરરૂપ વૃક્ષોને પણ સાવચેતી રાખીને બચાવી લેવામાં આવી રહ્યા હોય તેવી જોવા મળી રહ્યુ છે.