ગરબાડા તાલુકાના ભે ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી


ગરબાડા,
ગરબાડા તાલુકામાં હાલમાં તસ્કરો શાળાઓને બેખોફ રીતે નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અને શાળા માંથી પંખા, કઊઉ, કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરા સહિતની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ચોરી કરી આસાની થી ફરાર થઈ જતાં હોય છે. ત્યારે ગરબાડામાં વધુ એક શાળામાં ચોરીના બનાવની ઘટના સામે આવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની ભે મુખ્ય પ્રાથમિક શાળામાં રાત્રીના સમયે અંધારાનો લાભ લઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા શાળાના ઓરડાના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થયા હતા. જોકે, તસ્કરો દ્વારા કઈ કઈ વસ્તુની ચોરી કરવામાં આવી હતી. તે હાલ જાણવા મળેલ નથી.ગામના સરપંચ દ્વારા પ્રાથમિક શાળામાં ચોરીના બનાવની જાણ કરવામાં આવી હતી. ઘટના સંદર્ભે હાલ પોલીસ ફરિયાદ નોંધાઇ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. શાળામાંથી કઈ કઈ વસ્તુની ચોરી થઈ છે. તે પોલીસ ફરિયાદ બાદ બહાર આવે તેમ છે.