દાહોદ,
દાહોદ શહેરમાં ગાંધીચોક વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર્સના ભોંયરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ લાગવા પાછળનુ સ્પષ્ટ કારણ જાણવા મળ્યુ નથી જોકે , શોર્ટ સર્કિટના કારણે આ ધટના બની હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.
દાહોદના ગાંધીચોક વિસ્તારમાં આવેલા ધવલ મેકિડલ સ્ટોર્સમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ધટના બનતા દાહોદના ફાયર ફાયટરને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. આ આગ લાગવાને કારણે મેડિકલ સ્ટોર્સમાં મોટુ નુકસાન થવા પામ્યુ હતુ.