
દાહોદ, દાહોદના ગલાલિયાવાડ વિસ્તારમાં ફટાકડાથી મકાઇની કડપમાં આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરા તફરીનો માહૌલ સર્જાઈ જવા પામ્યો હતો. આગની ઘટનામાં કાચુ મકાન બળીને ખાખ થઈ ગયું હતું. ત્યારે ફાયર ફાઈટરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
દાહોદના ગલાલિયાવાડ વિસ્તારમાં ખરેડી જવાના મુખ્ય માર્ગ તરફ ફટાકડા ફોડતી વખતે એક ફટાકડો ઊડી ને ઘર આગળ મૂકેલી કડપમાં પડતાં કડપમાં આગ લાગી હતી. એકાએક આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખા કડપના ઢગલામાં આગ પ્રસરી ગઈ હતી. બનાવ ને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને દાહોદ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેને પગલે ફાયરબ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદ્દ્નસીબે આગની ઉપર થી જઈ રહેલી વીજળીની મેઈન લાઇન સુધી આગની જ્વાળા પહોચે તે પહેલા જ ફાયરબ્રિગેડ આવી પહોચી હતી. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. તેમજ નજીકમાં આવેલ કાચું મકાન પણ બચી ગયું હતું. દિવાળીનો તહેવાર છે. ફટાકડા ફોડવા માટે પણ લોકોમાં ઉત્સાહ હોય છે, પરંતુ દરેક લોકોએ સાવચેત રહેવું જોઈએ કે ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખી ને ફટાકડા ફોડવા જોઈએ જેથી કોઈ ને પણ નુકશાન ન પહોચે તેમજ કોઈ દુર્ઘટનાના સર્જાય તે માટે જવાબદાર નાગરિક તરીકે સાવચેતી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.