- ટ્રક સહિત રૂા.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝાલોદ વન વિભાગ ડેપો ખાતે મોકલી આપવામાં આવ્યો.
દાહોદ, તારીખ 5 જૂન 2024 ના રોજ ફતેપુરા વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારી પી.જે.ચક્રવર્તીને તેમજ ફતેપુરા વન વિભાગના વનપાલ અધિકારી એમ.આર.રટોડાને ખાનગી રહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના નાદુકણ (સલરા) ગામેથી ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતી ટ્રકને ટ્રક સહિત ? 10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે.
દાહોદ જીલ્લાના ફતેપુરા વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારી અને વનપાલને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના નાદુકણ (સલરા) ગામે ફતેપુરા વન વિભાગના કર્મચારીઓને સાથે રાખીને વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી વાળી જીજે-09-વાય-8559 નંબરની ટ્રક આવતા તેને ઉભી રખાવીને પૂછપરછ કરતા અને ટ્રકમાં જોતા પંચરાઉ લાકડા ભરેલા હોવાથી આ ટ્રકના ચાલક પાસે લાકડાના પાસ પરમીટ અને આધાર પુરાવા બાબતે પૂછપરછ કરતા આ ટ્રકના ચાલક પાસેથી આ લાકડાનું કોઈ પણ જાતનું પાસ પરમિટ કે આધાર પુરાવો મળી આવ્યા ન હતા જેથી આ પંચરાઉ લાકડા ભરેલી ટ્રકને ફતેપુરા વન વિભાગના વન પરિક્ષેત્ર અધિકારી અને ફતેપુરા વન વિભાગના વનપાલ અધિકારીની ટીમ દ્વારા કબજો મેળવીને ફતેપુરા રેન્જ કચેરીએ લાવીને ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ 41(2)બી મુજબ ફતેપુરા રાઉન્ડના રા.ગુ. 02/2024-25 નાથી ગુનો નોધી અને મુદ્દામાલ પંચરાઉ લાકડા ભરેલી ટ્રક ફતેપુરા વન વિભાગની કચેરી ખાતે ડેપો ન હોવાથી ઝાલોદ વન વિભાગની કચેરીના ડેપોમાં જમા કરાવી, પાવતી મેળવી અને સરકારના આ ગુના બાબતે આગળની કાર્યવાહી અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. આમ, ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતી ટ્રકને ટ્રક સહિત રૂા.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં ફતેપુરા વન વિભાગને સફળતા મળી છે.