
દાહોદ,દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં રનિંગ કરતા દાહોદના ટીઆરબીના સભ્યને છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડતા સ્થળ પરજ યુવક ઢળી પડતાં યુવકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
આજરોજ વહેલી સવારે દાહોદ તાલુકાના ઉકરડી ગામે રહેતો ટીઆરબીના સભ્ય અશ્ર્વિનભાઈ પ્રદીપભાઈ શર્મા જે દરરોજની જેમ આજે પણ દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં વહેલી સવારે રનિંગ કરતા હતા. તે દરમિયાન અશ્ર્વિનભાઈ શર્માને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેઓ સ્થળ પરજ બેભાન થયા હતા અશ્ર્વિનભાઈ બેભાન તથા આસપાસના લોકો એમની મદદે દોડી આવ્યા હતા અને તાતક્લીક 108ને જાણ કરી બેભાન અવસ્થામાં ટીઆરબીના સભ્ય અશ્ર્વિનભાઈને દાહોદનીઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ઝાયડસ હાજર હોસ્પિટલના તબિબ દ્વારા તેઓને મૃત જાહેર કરતા પરિવાર જનોમાં શોકનું મોજુ ફરી વડ્યું હતું. અશ્ર્વિનભાઈ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરમાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હતા અને જાણવા મળ્યાં અનુસાર તેઓ આવનાર પોલીસ ભરતીઓ માટેની તૈયારી કરી રહ્યા હતા. હાલ અશ્ર્વિનભાઈનું હાર્ટ અટેકથી મોત તથા દાહોદ શહેર પોલીસ તેમજ ટીઆરબી સભ્યોમાં દુ:ખની લાગણી જોવા મળી હતી.