દાહોદ, ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ દ્વારા મંજુર કરાયેલ વિવાદોના નિરાકરણ માટે કાયમી પ્રિ – લીટીગેશન લોક અદાલતની પ્રણાલી ગુજરાત રાજ્યમાં આવેલ તમામ જીલ્લા મુખ્ય મથકે આવેલ કોર્ટમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત છે.
દાહોદ જીલ્લા ખાતે આવેલ ફેમિલી કોર્ટ, જીલ્લા ન્યાયાલય કેમ્પસમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં જીલ્લા મુખ્ય મથકે સ્થાપિત કરવામાં આવેલ વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન તેમજ તાલુકા કાનૂની સેવા સમિતી, ઝાલોદ, લીમખેડા મુકામે મીડીએશન સેન્ટર પણ કાર્યરત છે. જેના થકી વૈવાહિક વિવાદ ઉભા થતાં જ તેનું નિરાકરણ લાવવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. વધુ માહિતી માટે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા અદાલત છાપરી દાહોદનો સંપર્ક કરવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદના ફૂલ ટાઈમ સેક્રેટરી એ. આર. ઘોરી દ્વારા જણાવવામાં આવ્યું છે.