દાહોદ, દાહોદ ખાતે આજ તા.17/01/2024ના રોજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના સંયુક્ત ઉપક્રમે લીગલ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.
જેમાં ફુલ ટાઇમ સેક્રેટરી એ.આર.ઘોરી દ્વારા ઘરેલુ હિંસા તથા પ્રોટેક્શન અધિકારી પી.આર.પટેલ દ્વારા દહેજ પ્રતિબંધ કાયદા વિશે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ તથા સાથે ઉપસ્થિત રહેલ વકીલ તુષારભાઈ સોલંકી દ્વારા POCSO કાયદા વિશે અને હીરાલાલ સોલંકી પેરા લીગલ વોલેંટીયર દ્વારા SHG લોન વિશે માહિતી આપવામાં આવી. જેમાં સખી મંડળની લગભગ 150 જેટલી બહેનો તથા સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા.