દાહોદ, દાહોદ શહેરના દેસાઈવાડા ખાતે રહેતાં એક વ્યક્તિના બંધ મકાનમાં ગતરોજ તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી રોકડા રૂપીયા 15,20,000 તેમજ સોના-ચાંદીના દાગી મળી કુલ રૂા. 16,12,400ની મત્તાની ચોરીના બનાવ બાદ દાહોદ એ. ડિવીઝન પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં ગણતરીના કલાકોમાં ચોરીને અંજામ આપનાર ઈસમને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચોરીના રોકડા રૂપીયા 15,20,000 રિકવર કરી ઝડપાયેલ ઈસમને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદ શહેરના દેસાઈવાડા વિસ્તારના તળાવ ફળિયામાં રહેતાં જસવંતભાઈ ગોકળભાઈ ભરવાડના બંધ મકાનમાં તસ્કરે મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર મુકી રાખેલ તિજોરી માંથી રોકડા રૂપીયા 16,12,400 તેમજ એક સોનાની ચેઈન, સોનાનો સિક્કો તેમજ 06 નંગ. ચાંદીના સિક્કા મળી કુલ રૂા. 16,12,400ની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયાં હતાં. આ સંબંધે જસવંતભાઈ ભરવાડે દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો અને તપાસમાં કે.એન.લાઠીયા પોલીસ ઇન્સ્પેકટર તથા તેઓના પોલીસ સ્ટાફના માણસોની ટીમ દ્વારા હુમન સોર્સીસ મારફતે માહીતી મેળવી સદર ઘરફોડ ચોરી કરનાર ઇસમો બાબતે માહિતી મેળવી ચોરી કરનાર ઇસમો પૈકી ફિરદોસ ઉર્ફે અલાબલા ઇશાભાઇ જાતે શીતલ (રહે.મોટા ઘાંચીવાડા, ખડકી મહોલ્લા, કસ્બા, દાહોદ, તા.જી. દાહોદ) નાને પકડી પાડી ઘનિષ્ઠ પુછપરછ કરતાં સદર ચોરી પોતે તથા ફિરદોસ યુસુફ જાતે પીંજારા (રહે.મોટા ઘાંચીવાડા, સ્મશાન રોડ, દાહોદ, તા.જી.દાહોદ) વાળા જોડે મળી કરેલાની કબુલાત કરતાં ફિરદોસ ઉર્ફે અલાબલા ઇશાભાઇ જાતે શીતલનાઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ રોકડ રૂ.15,20,000/- નો મુદ્દામાલ રીકવર કરી આ સંબંધે દાહોદ એ. ડિવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.