દાહોદ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરમાં દંપત્તિને બંધક બનાવી લૂંટ ચલાવનાર આરોપીઓની ધરપકડ કરી

ગાંધીનગર, થોડા દિવસો અગાઉ ગુજરાતના પાટનગર ગાંધીનગરના ડભોડા પોલીસ મથક વિસ્તારમાં એક બંધ ઘરમાં લૂંટારુ ધાડ પાડવા માટે ત્રાટક્યા હતા જેમાં ઘરનો દરવાજો બંધ હતો અને ઘરમાં દંપતી ઉંઘી રહ્યા હતા તેવા સમયે ૭ લૂંટારાઓની ગેંગ ત્રાટકી હતી અને ઘરના દરવાજાને તુટેલા ઇલેક્ટ્રિક થાંબલા વડે લૂંટારુઓની ગેંગે ધક્કો મારી તોડી પાડી ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલા દંપત્તિને એક રૂમમાં લઈ જઈ અને બંધક બનાવી તેમના પહેરેલા સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહીત રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થયા હતા.

જેમાં દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે નસીરપુર દરગાહ નજીક બે માણસો શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઉભા છે તેવી બાતમી આધારે એલસીબીની ટીમે બન્ને ઈસમોની અટકાયત કરી તેમની પુછપરછ હાથ ધરતા મુકેશ ભાભોર, વિનોદ ભાભોર હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસેથી કુલ ૨,૭૫,૩૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી તેમને પોલીસ પુછપરછમાં જણાવ્યું હતુંકે ૭ લોકોની ગેંગે ભેગા મળી અને ગાંધીનગરના ડભોડા પોલીસ મથકની હદમાં આવેલા એક ઘરમાં ધાડપાડી અને ત્રાટક્યા હતા .હાલતો દાહોદ પોલીસે ૭ લોકોની ગેંગમાંથી ૨ લોકોને ચોરીના ભાગ બટાઇ થયેલા મુદ્દામાલ સાથે ઝડપી અને તેમની ગેંગના અન્ય સાથીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી છે