દાહોદ જિલ્લાના ક્રાઇમના તમામ સમાચાર જોવા માટે ક્લિક કરો

ફતેપુરાના છાલોર ગામની સગીરાનને લગ્નની લાલચે ભગાડી જતાં ફરિયાદ

દાહોદ,
ફતેપુરા તાલુકાના છાલોર ગામેથી એક યુવકે એક ૧૫ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ફતેપુરા તાલુકાના છાલોર ગામે નવાધરા ફળિયામાં રહેતો ગોવિંદભાઈ મીઠાભાઈ પારગીએ ફતેપુરા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સા‚ ગત તા.૧૦મી સપ્ટેમ્બરના રોજ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ગરબાડાના માતવા ગામની યુવતિને એકલતા લાભ લઈ આબરૂ લેવાની કોશીષ કરાઈ

દાહોદ,
ગરબાડા તાલુકાના માતવા ગામે એક ૧૯ વર્ષીય યુવતીનો એકલતાનો લાભ લઈ ગામમાં જ રહેતા એક ઈસમે યુવતીની ઈજ્જત લેવાની કોશીષ કરતાં યુવતીએ બુમાબુમ કરી મુકતા લંપટ યુવક નાસી ગયાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકામાં રહેતી એક યુવતી ગત તા.૧૫મી સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે એકલી હતી. આ બાબતની જાણ માતવા ગામે હોળી ફળિયામાં રહેતો કેવલભાઈ લક્ષ્મણભાઈ ભાભોરને થતાં તે યુવતીના ઘર તરફ ગયો હતો અને યુવતીને ઘરમાં એકલી જોઈ તેના ઘરમાં ઘુસી ગયો હતો. યુવતી સાથે જબરજસ્તી કરી તેણીની ઈજ્જત લેવાની કોશીષ કરતાં યુવતીએ બુમાબુમ કરી મુકી હતી અને આ અવાજ સાંભળી યુવતીની માતા દોડી આવી હતી. માતાને દોડી આવતા જોઈ ઉપરોક્ત લપંટ યુવક સ્થળ પરથી નાસી જતાં આ સંબંધે ૧૯ વર્ષીય યુવતીએ કેવલભાઈ લક્ષ્મણભાઈ ભાભોર વિરૂધ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


દાહોદના બોરડી ગામ મોબાઈલ ટાવર કંપાઉન્ડમાંથી સેલ-બેટરીની ચોકી કરી

દાહોદ,
દાહોદ તાલુકાના બોરડી ગામે આવેલ એક મોબાઈલ ટાવરના કમ્પાઉન્ડમાંથી તસ્કરોએ કંપનીના સેલ (બેટરી) નંગ.૪૪ જેની કુલ કિંમત રૂ .૨૮,૬૦૦ નો મુદ્દામાલ ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ તાલુકાના બોરડી ગામે આવેલ ઈન્ડસ મોબાઈલ ટાવરના કમ્પાઉન્ડમાં ગત તા.૧૬મી સપ્ટેમ્બરના રોજ અજાણ્યા ચોર તસ્કરો પ્રવેશ્યા હતા અને કંમ્પાઉન્ડમાં આવેલ ઈન્ડોરનું બોક્સ તોડી ખુલ્લા સેલ્ટરમાંથી બેટરી બેન્કના અમરરાજા ૬૦૦ એ.એચ.કંપનીના સેલ (બેટરી) જુના વપરાયેલા નંગ.૪૪ જેની કુલ કિંમત રૂ .૨૮,૬૦૦ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે આ કંપનીમાં ફરજ બજાવતાં ઈશ્વરસિંહ લક્ષ્મણસિંહ રાઠોડે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ફતેપુરાના ડુંગરછાયા ગામે ખેતરમાંથી બોરની ગાડી પસાર કરવા બાબતે ધીંગાણું એકને ઈજા

દાહોદ,
ફતેપુરા તાલુકાના ડુંગરછાયા ગામે ખેતરમાંથી બોરની ગાડી પસાર થવા બાબતે બે મહિલા સહિત ચાર જણાએ ધિંગાણુ મચાવી એકને કપાળના ભાગે લોખંડનો સળીયો મારી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ગંભીર ઈજા પહોંચાડતા પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ફતેપુરા તાલુકાના ડુંગરછાયા ગામે રહેતા મહેશભાઈ જોખાભાઈ પારગી, જોખાભાઈ મોઘજીભાઈ પારગી, મીરાબેન જોખાભાઈ પારગી અને સવિતાબેન નારસીંગભાઈ પારગીનાઓએ ગત તા.૬ સપ્ટેમ્બરના રોજ એકસંપ થઈ પોતાના જ ગામમાં રહેતા રમેશભાઈ ચુનીયાભાઈ પારગીના ઘરે આવ્યા હતા અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારા ખેતરમાં થઈ બોરની ગાડી કેમ જવા દીધેલી, તે ગાડીથી અમારા ખેતરનો શેઢો તુટી ગયેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ મહેશભાઈ પારગીએ પોતાના હાથમાંનો લોખંડનો સળીયો રમેશભાઈને કપાળના ભાગે મારી લોહીલુહાણ કરી નાખ્યા હતા અને બાકીનાઓએ રમેશભાઈને ગડદાપાટ્ટુનો માર મારતાં ઈજાગ્રસ્ત રમેશભાઈ ચુનીયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ગરબાડાના પાટીયા ગામની અપંગ પરણિતાને અવાર-નવાર ત્રાસ આપતાં ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

દાહોદ,
ગરબાડા તાલુકાના પાટીયા ગામે એક ૩૨ વર્ષીય અપંગ પરણિતાને પતિ તથા સાસુ,સસરા દ્વારા અવાર નવાર મેણા ટોળા મારી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતા આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ અપંગ પરણિતાએ ઘરમાં લાકડાના જોતરા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
પાટીયા ગામે નેળ ફળિયામાં રહેતી ૩૨ વર્ષીય સુમલીબેનને તેના પતિ રમેશભાઈ કરણભાઈ માવી, સસરા કરણભાઈ મુળાભાઈ માવી અને સાસુ હુમલીબેન કરણભાઈ માવીનાઓએ સુમલીબેનને અવાર નવાર મેણા ટોળા મારી કહેતા હતા કે, તું અપંગ છે, તારાથી કંઈ કામ થતું નથી અને તને રાખવાની નથી, તુ અહીંથી જતી રહે, તેમ કહી શારિકીક અને માનસીક ત્રાસ આપી અને મરી જવા પ્રેરિત કરતાં આ સુમલીબેને ગત તા.૧૫મી સપ્ટેમ્બરના રોજ પાટીયા ગામે નેળ ફળિયામાં પોતાના ઘરમાં લાકડાના જોતરા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. આ સંબંધે ગામમાં જ રહેતા ઉપરોક્ત મરણ જનાર સુમલીબેનના સ્વજન રાયચંદભાઈ ભલીયાભાઈ ખરાડીયાએ ગરબાડા પોલીસ મથકે રમેશભાઈ, કરણભાઈ તથા હુમલીબેન માવી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.


ગરબાડાના ભૈ ગામના પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આપધાતના પ્રયાસમાં સારવાર દરમ્યાન યુવકનું મોત

દાહોદ
ગરબાડા તાલુકાના ભે ગામના ભાભોર ફળિયાના બે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવવાનો પ્રયાસ કરતાં તે બંન્નેને દાહોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં જ્યા સારવાર દરમ્યાન પ્રેમીનું મોત નિપજ્યાનું જ્યારે પ્રેમીકા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાડા તાલુકાના ભે ગામે ભાભોર ફળિયામાં રહેતા પંકજભાઈને તેનાજ ફળિયામાં રહેતી અને ઉંમરમાં તેના કરતાં બે વર્ષ મોટી એટલે કે, ૨૦ વર્ષીય એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંન્ને એકબીજાના પ્રેમમાં ગળાડુબ હતા પરંતુ તેઓ તે પણ જાણતા હતા કે, તેઓનો આ પ્રેમ સંબંધ સમાજમાં ચાલે તેમ નથી અને બંન્ને એકબીજાથી વિખુટા પડે તેમ હોવાથી મનમાં લાગી આવતા સાથ જીયેંગે સાથ મરેંગેના કોલ સાથે બંન્ને જણાએ પ્રેમી પંકજભાઈના ઘરમાં ગતરેજ સવારના અગીયારેક વાગ્યાના સમયે ગળે ફાંસો ખાઈ લેતા જેની તેઓના પરિવારજનોને ખબર પડતાં બંન્નેને તરત જ સારવાર અર્થે ૧૦૮ મારફતે દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન પ્રેમી પંકજભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે પ્રેમીકા હાલ મોત સામે ઝઝુમી રહી છે.
આ સંબંધે ગરબાડા પોલીસે પ્રાથમીક તબક્કે સી.આર.પી.સી.કલમ ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.