
દાહોદ, લોકસભાની ચુંટણી ટાણે દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિમાં રાજકીય ભુકંપ સર્જાવવા પામ્યો છે. જેમાં દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેવામાં આવ્યું છે. તેઓના જણાવ્યાં અનુસાર, પાર્ટીમાં વારંવાર તેઓનું અપમાન થતું આવ્યું છે અને જ્યારે રાહુલ ગાંધી દાહોદમાં આવવાના હોય અને તેના પહેલા દાહોદ શહેરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં પોતાનું અપમાન થયું હોવાનું જણાવી અને આવું વારંવાર થતું હોવાના આક્ષેપો સાથે દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું.
આગામી તારીખ 8મી માર્ચના રોજ દાહોદ જીલ્લાના ઝાલોદ અને દાહોદમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આગમન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિથી લઈ પ્રદેશમાંથી કોંગ્રેસના આગેવાનોથી લઈ કાર્યકર્તાઓ દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગતરોજ દાહોદ શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેના બીજા દિવસે દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર ડી. પરમારે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દેતાં રાહુલ ગાંધી દાહોદ આવે તે પહેલા દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિમાં રાજકીય ભુકંપ સર્જાયો છે. દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને રાજીનામું આપી જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયછી દાહોદ શહેર પ્રમુખ તરીકેની સેવા આપું છું. આ અગાઉ જીલ્લા કોંગ્રેસ સમિતિમાં પ્રવક્તા તરીકે 10 વર્ષ કાર્ય કરેલ છે. તે ઉપરાંત પ્રદેશ સેવાદળમાં પણ તેઓ દ્વારા સેવા આપેલ છે. કોંગ્રેસની વિચાર ધારાને ફેલાવવા માટે પક્ષ દ્વારા તાલીમ વર્ગ સારૂં કાર્યો હતો, તેમાં પ્રદેશ કક્ષાએ અનેકલ તાલીમો પણ આપેલ છે. પક્ષમાં 1981થી પાયાના કાર્યકર તરીકે કામગીરી કરતાં આવ્યાં છે. આ ઉપરાંત યુવક કોંગ્રેસમાં પણ તેઓની સેવાઓ લાંબો સમય આપેલ છે, પરંતુ વર્તમાન સમયમાં દાહોદ શહેરના એક જુથ દ્વારા તેઓનો વારંવાર વિરોધ થતો હોવાથી તથા તારીખ 28.02.2023ના રોજ દાહોદ ખાતે રાખેલ કાર્યક્રમમાં તેઓને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરફથી કાર્યક્રમના સંચાલનની કામગીરી સોંપવામાં આવી હતી. એ તેઓની સુજબુજ અને કુનેહથી સારી રીતે પાર પાડી તેમ છતાંપણ અમુક કાર્યકર્તાઓ દ્વારા અમારા નામ કે નહિ લીધાં એમ કરીને ઈશ્વર ડી. પરમારનું અપમાન થાય તેવી ભાષામાં વર્તન કરેલ હોય આવું વર્તન ઈશ્વર ડી. પરમાર વારંવાર સહન કરી શકે તેમ ન હોવાથી ઈશ્વર ડી. પરમારે દાહોદમાં રાહુલ ગાંધીની યાત્રા આવે તે પહેલા આજરોજ પોતાનું પ્રમુખ પદના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે ઈશ્વર પમારના રાજીનામાને પગલે દાહોદ જીલ્લા કોંગ્રેસમાં લોકસભાની ચુંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ઈશ્વર પરમારના રાજીનામાથી દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિને લોકસભાની ચુંટણીમાં નુકશાન જશે કે પછી ફાયદો થશે ? તેવી અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.