દાહોદ કલેકટર કચેરી ખાતે આવશ્યક સેવાઓમાં કાર્યરત મતદારો ટપાલ મતપત્રથી મતદાન કરાવવાના આયોજન અંગેની બેઠક યોજાઈ

દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દાહોદ જીલ્લામાં પણ જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે.

કલેકટર કચેરી ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષ સ્થાને આવશ્યક સેવાઓમાં કાર્યરત મતદારો ટપાલ મતપત્રથી મતદાન કરાવવાના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. બેઠકમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ઘણા મતદાતાઓ આવશ્યક સેવાઓમાં કાર્યરત હોય છે. તેમજ તેઓને ફરજીયાત પણે પોતાની ફરજ બજાવવાની હોવાથી તેઓ ફરજ પરથી ચૂંટણીના દિવસે પોતાનો મત આપવા બુથ પર જઈ શકે તેમ હોતા નથી. જેથી કરીને એવા કોઈપણ મતદાતા મત આપવાથી રહી ન જાય તે હેતુથી તેઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેઠક દરમ્યાન જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારીઓને નોડલ અધિકારીઓના સંકલન સાધીને ચૂંટણીના દિવસે જે મતદાતાઓને ફરજીયાત પણે પોતાની ફરજ પર હાજર રહેવાનું થતું હોય તેમજ તેઓ મત આપવા બુથ પર જઈ શકે તેમ ન હોય જેના કારણે તેઓ મત આપવા માટે વંચિત રહી ન જાય તે હેતુથી તેવા તમામ પ્રમાણિત મતદાતાઓની યાદીની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવાની સંબધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, અમોલ આવટે, સંખ્યાધિક અધિક કલેકટર જયેશ ઉપાધ્યાય, નાયબ જીલ્લા ચુંટણી અધિકારી હેતલબેન ,મદદનીશ ચુંટણી અધિકારી નીલાંજસા રાજપૂત, મદદનીશ ચુંટણી અધિકારી મીતેશ વસાવા, મદદનીશ ચુંટણી અધિકારી જ્યોતિબા ગોહિલ, મદદનીશ ચુંટણી અધિકારી બી.જી. નિનામા, મદદનીશ ચુંટણી અધિકારી એ.કે.ભાટીયા, નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક રાઠોડ,નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, નાયબ જીલ્લા વિકાસ અધિકારી રાઠવા ,આરોગ્ય અધિકારી ,રેલવેના અધિકારી ,જી.એસ.આર.ટી.સીના અધિકારી, એમ.જી.વી.સી.એલ.ના અધિકારી સહિત મામલતદાર કે.કે.વાળા સહિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.