દાહોદ, દાહોદ શહેરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ખાતે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોની દ્વારા બાળકોને ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને 500થી વધુ પતંગ અને ફિરકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉત્તરાયણ પર્વને ગણતરની દિવસો બાકી રહ્યાં છે. ત્યારે દાહોદ શહેરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ખાતે બાળકો ઉત્તરાણય પર્વ ધામધુમ પુર્વક ઉજવે તેવા ઉમદા હેતુસર બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોમની દ્વારા બાળકોને 500થી વધુ પતંગ તેમજ ફિરકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ ગરીબ, અનાથ અને રક્ષણવાળા બાળકો તેમજ સેવા વસ્તીમાં રહેતાં બાળકોને પતંગ અને ફિરકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે તેની શરૂંઆત ચિલ્ડ્રન હોમ દાહોદમાં રહેતાં બાળકોને વિતરણ કરી અને કાર્યક્રમનું શરૂઆત કરવામાં આવી હતી.