દાહોદ,
દાહોદ તાલુકાના છાપરી ગામે આવેલ એક પ્રાઈવેટ લીમીટેડ કંપનીના કંમ્પાઉન્ડની બહારથી અજાણ્યા ચોર ઈસમોએ ગેસ પાઈપ લાઈનની પ્લાસ્ટીકની પાઈપો કિંમત રૂા. 1,72,000ની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.02 ફેબ્રુઆરીના રોજ છાપરી ગામે આવેલ ઈન્ફાકોન પ્રાઈવેટ લીમીટેડ કંપનીના કંમ્પાઉન્ડની બહાર મુકી રાખેલ ગેસની પ્લાસ્ટીકની પાઈપો 90 તેમજ વાયરના બંડલો વિગેરે મળી કુલ રૂા. 1,72,000ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં આ સંબંધે ઉપરોક્ત કંપનીમાં ફરજ બજાવતાં અને છાપરી ગામે રહેતાં આશીષકુમાર રાણાપ્રતાપસિંહ સીંગ દ્વારા દાહોદ બી. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.