દાહોદ છાપરી ગામના સર્વે નં.114 અને 115/અ ની જમીનમાંં શરતભંગની કાર્યવાહી કરી બાંધકામ સીલ કરવા લેખિત રજુઆત

દાહોદ, દાહોદના મહેસુલી તંત્રના સત્તાધીશો પણ કરોડો રૂપિયાના સામ્રાજ્ય સામે નજરો ફેરવીને પસાર થાય છે. આ છાપરી ગામના રેવન્યુ સર્વે નંબર 114 અને 115/અ ની જમીનો માં આંતરિક સોદાઓના વેચાણ દસ્તાવેજો સાથે સરકારી રેકર્ડ ઉપર શરતભંગની કાર્યવાહીઓની પરવાઓ કર્યા વગર ધંધાકીય સામ્રાજ્યોમાં ફેરવાઈ ગયા છે. આ સામે દાહોદના જાગૃત અરજદાર વિનોદચંદ્ર પટેલ દ્વારા છાપરી ગામના રેવન્યુ સર્વે નંબર 114 અને 115/અ ની જમીનો ઉપર સરકારની પૂર્વ મંજૂરી વગર ઊભા કરવામાં આવેલા ધંધાકીય સામ્રાજ્ય સામે શરતભંગ હેઠળની કાર્યવાહી કરો અને આ બાંધકામોને સત્વરે સીલ કરો અગર તો દૂર કરોની ફરિયાદ સ્વરૂપની લેખિત રજૂઆત દાહોદના મહેસૂલી તંત્રના સત્તાધીશો સમક્ષ કરતાં વિવાદિત જમીન પ્રકરણનો આંતરિક માહોલ બરાબર ગરમાયો છે.!!

એટલા માટે કે મૂળ આદિવાસી ખેડૂતોની 73-એએ ની નિયંત્રણ સત્તા પ્રકારની આ છાપરી ગામના રેવન્યુ સર્વે નંબર 114 અને 115/અ ની ખેતીની જમીનો દાહોદ તાલુકા પંચાયત કચેરીના સંદિગ્ધ હુકમમાં બિનખેતીમાં ફેરવાઈ ગઈ.!! આ વિવાદિત જમીનોમાં ખેલાયેલા ખેલોનું ગંભીર આશ્ચર્ય તો એવું છે કે રેવન્યુ સર્વે નંબર 115/અ ની જમીનુ ક્ષેત્રફળ 15960 ચોરસ મીટર માંથી 18950 ચોરસ મીટર અને સર્વે નંબર 114 ની જમીન નું ક્ષેત્રફળ 8700 ચોરસ મીટર માંથી 10350 ચોરસ મીટરના વધારામાં ફેરવાઈ ગયું. એમાં અરજદારો દ્વારા દે.બારીઆ ડી.એલ.આર. કચેરીના હિસ્સા ફોર્મ નંબર 4 રજૂ કરીને આ બંને જમીનોના ક્ષેત્રફળોમાં અચાનક એટલે કે કરોડો રૂપિયાના મૂલ્યની કહેવાથી 4640 ચોરસ મીટરના જાદુઈ શેત્રફળનો વધારો બારોબાર તો કરાયો, પરંતુ તત્કાલીન સમયના સર્કલ ઓફિસરે રેવન્યુ સર્વે નંબર 114 અને 115/અ ની આ બે અલગ જમીનોના ક્ષેત્રફળના વધારાની એક જ નોંધ નંબર 1477 ને પ્રમાણિત કરી દઈને ભેજાબાજોના ખેલોને પ્રોત્સાહિત આપતો વહીવટ કર્યો હોવાની ચોકાવનારી વિગતો પણ તપાસો માંગી રહી છે.

દે.બારીયા D.L.R કચેરીના હિસ્સા ફોર્મ નંબર 4 ભેજાબાજ અરજદારોએ રજૂકરીને.

દાહોદના છાપરી ગામના રે. સર્વે નંબર 114 અને 115/અ ની જમીનોમાં કુલ 4640 ચો. મીટર ના ક્ષેત્રફળનો જાદુઈ વધારો કરીને કરોડો રૂા.ના વ્યાપારના ખેલો !!

બે અલગ સર્વે નંબરોની જમીનોના ક્ષેત્રફળના વધારાની એક જ નોંધ પણ પ્રમાણિત.