દાહોદ, દાહોદ તાલુકાના ચંદવાણા ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક દુકાનમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂપિયા 68,310/- ના કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે દુકાનદારની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ચંદવાણા ગામે ગાડી ફળિયામાં રહેતા દલાભાઈ છગનભાઈ ગારી પોતાના ઘરની બાજુમાં આવેલ પોતાની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી. જે બાતલીના આધારે પોલીસે તેની દુકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી દુકાનની તલાસી લેતા દુકાનમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ.555 કિંમત રૂપિયા 68,310/-ના પ્રોહી જથ્થા સાથે દલાભાઈ છગનભાઈ ગારીને દાહોદ એલસીબી પોલીસી ઝડપી પાડી આ સંબંધે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.