- દાહોદ જીલ્લામા કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો ફતેપુરા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નિમેશ તાવીયાડે એકાએક રાજીનામું ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો.
દાહોદ, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે તારીખ સાતમી મારશે દાહોદના ઝાલોદ થી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. ત્યારે ઝાલોદ તાલુકાના અડીને આવેલો તાલુકો એવા ફતેપુરા તાલુકામાંથી કોંગ્રેસના પાયાના કાર્યકર એવા મિનેશભાઈ તાવીયાડે એકાએક રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં એક સાંજે ને 13 તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેમ લાગી રહ્યું છે.
એક તરફ દાહોદ જીલ્લા કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત જોડે ન્યાય યાત્રાને સફળ બનાવવા માટે દિવસ રાત તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ ભાજપનો કેસરિયો ધારણ કરવા માટે તલ પાપડ હોય તેમ લાગી રહ્યું છે, એક પછી એક કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ દાહોદ શહેર કોંગ્રેસના પ્રમુખ ઈશ્ર્વર પરમારે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રાજીનામાનો દોર એથાવત રહ્યો હતો અને આજે દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું ભરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે કોંગ્રેસની ભારત જોડે ન્યાય યાત્રા ટાણે કોંગ્રેસ ના નેતાઓ આ યાત્રાને સફળ બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની યાત્રાથી દાહોદ જીલ્લા કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે જોવાનું રહેશે.